મુફદ્દલ કપાસી/ અમદાવાદ : ફ્રેન્ચ શૉર્ટ મૂવી 'ધ પિયાનો ટ્યૂનર' પરથી તૈયાર થયેલી માર્વેલસ સ્ક્રીપ્ટ. થ્રીલર સ્ટોરી ટેલિંગના માસ્ટર બનતા જઇ રહેલાં શ્રીરામ રાઘવનનું ટ્રમેન્ડસ ડિરેક્શન. સવા બે કલાકનો રનટાઇમ છતાં જરાય લાંબી ન લાગે તેવું રેઝરશાર્પ એડિટીંગ. એક બ્લાઇન્ડ પિયાનિસ્ટની મિસ્ટ્રીયસ કહાનીને છાજે એવો મસ્ત બેકગ્રાઉન્ડ સ્કોર. બોલિવૂડના વન ઓફ ધ મોસ્ટ ટેલેન્ટેડ એક્ટર આયુષ્યમાન ખુરાનાની લાજવાબ એક્ટિંગ અને બાકીની તમામ સપોર્ટિંગ કાસ્ટનું લીડ સ્ટાર જેવું જ પરફોર્મન્સ. આ બધું જ મળીને બનાવે છે બોલિવૂડની વન ઓફ ધ ફાઇનેસ્ટ થ્રીલર મૂવી એટલે અંધાધૂન!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષો પહેલાં ટીવી સ્ક્રીન પર જ્યારે સીઆઈડી નામની સસ્પેન્સ, ક્રાઇમ-થ્રીલર સિરીઝ શરૂ થઇ ત્યારે તેમાં ભલે ફ્લેટ પણ થોડીઘણી માત્રામાં આવતાં ટ્વીસ્ટ એન્ડ ટર્ન ટીવીના દર્શકોને મજા કરાવી દેતાં. એ જ સીઆઈડીની પછીથી લોકપ્રિયતા ખૂબ વધી અને વર્ષો સુધી તેનું અસ્તિત્વ બાકી રહ્યું. 21 વર્ષે આજે પણ આ શૉ તેના કમિટેડ દર્શકોને મજા કરાવે છે. આ જ સીઆઈડીના કેટલાંક એપિસોડ્સ લખનારા શ્રીરામ રાઘવન હવે ટ્વીસ્ટ એન્ડ ટર્નની રોલર કોસ્ટર રાઇડ લઇને આવ્યાં છે.


તમે અંદાજો લગાવી જ રહ્યાં હોવ ત્યાં જ એક એવો ટ્વીસ્ટ કે ટર્ન આવે કે જે તમને નવેસરથી વિચારવા મજબૂર કરી દે.રાઘવનની આ લેટેસ્ટ થ્રીલરમાં આવી અનેક સિકવન્સ છે. પોતાના લક્ષ્યને ફોકસ કરવા માટે એક પિયાનો આર્ટિસ્ટ નક્કી કરે છે આંધળા બનીને રહેવાનું જેથી તેનું લંડનની વિશ્વવિખ્યાત કોન્સર્ટ જીતવાનું લક્ષ્ય ડીફોકસ ન થાય. જો જો ચોંકતા નહીં આ કોઇ
એવું સસ્પેન્સ નથી જે તમને કહીને તમારી મજા ખરાબ કરવાની હોય! આ તો માત્ર શરૂઆત છે. ખુદ રાઘવન પોતાના પાત્રની આ હકીકત બહુ શરૂઆતમાં જ પરદા પર પાવરધી રીતે કહી દે છે. કેમ કે અહીં તો આવા ટ્વીસ્ટ એન્ડ ટર્ન ઢગલાબંધ ભર્યા છે. રાઘવનને ખુદને ખબર છે કે ભલે ટ્રેલરમાં માત્ર હીન્ટ જ અપાઇ હોય પણ આખીય વાર્તાને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવા આ મૂળ હકીકત જલદી દર્શાવવી પડે એમ છે.


હવે આ બનેલા આંધળા વ્યક્તિ આકાશની નજર સામે થઇ જાય છે એક હત્યા. હવે આકાશ તો બધું જોઇ શકે છે પણ હત્યા કરનારાને લાગે છે કે આ આંધળા વ્યક્તિએ કંઇ જ જોયું નથી. અને પછી જે કાસ્કેડીંગ ઇફેક્ટ અને પકડદાવ સર્જાય છે તે એટલો તો રસપ્રદ છે કે તમે આખીય વાર્તાના અંત સુધી ક્યાંય આંખનું મટકુંય મારી શકતા નથી. શ્રીરામ રાઘવન ઉપરાંત અજીત બિશ્વાસ, યોગેશ ચંદેકર અને પૂજા લાધા સૂરતીએ લખેલી સ્ક્રીપ્ટ એટલી તો કોમ્પલીકેટેડ છે કે તેને એઝ અ ડિરેક્ટર રાઘવન જેવો ન્યાય કદાચ કોઇ આપી શક્યું ન હોત. રાઘવનના ડિરેક્શનમાં અલ્ફોન્સો કૂએરોન, ક્વેન્ટીન ટોરેન્ટિનો કે પછી કોએન બ્રધર્સનો પ્રભાવ દેખાય આવે છે. પહેલું જ દ્રશ્ય તેની સાબિતિ આપી જાય છે. અને પહેલાં દ્રશ્યથી છેક છેલ્લાં દ્રશ્ય સુધી ક્યાંય થ્રીલ તમારો સાથ છોડતું નથી.


આયુષ્યમાન ખુરાનાની કારકિર્દીનું કદાચ સૌથી વધુ લેયર ધરાવતું કેરેક્ટર છે આકાશ. આયુષ્યમાન દરેક ફ્રેમમાં અપ ટુ ધ માર્ક છે. એ જ રીતે દ્રશ્યમ જેવી માસ્ટર થ્રીલર બાદ વધુ એક થ્રીલરમાં તબુનું પરફોર્મન્સ યાદગાર છે. કેટલાંક દ્રશ્યોને બાદ કરતાં તેનું કરિયર બેસ્ટ પર્ફોર્મન્સ કહી શકાય. રાધિકા આપ્ટે એઝ ઓલવેઝ સુપર્બ છે. મજાની વાત એ છે કે રાઘવનની આ મૂવીના દરેક પાત્ર એક યા બીજી રીતે ગ્રે શેડ ધરાવે છે. એક નાનકડા બાળકને પણ રાઘવને બાકી નથી રાખ્યો!પિયાનો આર્ટિસ્ટની સ્ટોરીમાં એઝ અ કમ્પોઝર અમિત ત્રિવેદીના ગીત ક્યાંય અડચણ નથી લાગતા તો એટલું જ સરસ કામ છે બેકગ્રાઉન્ડ સ્કોર અને મૂવીના ભાથાનું તેજીલું તીર આપનારા ડેનિયલ બી.જ્યોર્જનું.


ઘણુંબધું નોંધવા જેવું છે પણ બારીકીથી જોવું હોય તો એક દ્રશ્ય ખાસ નોટિસ કરજો. જ્યારે તબુ ખુદ આયુષ્યમાનના ઘરે જાય છે અને ત્યાં જે પણ બને છે એ દરેક ફ્રેમ ધ્યાનથી જોશો તો તમને સમજાશે રાઘવન કેમ ડિરેક્શનની બાબતમાં અલ્ટિમેટ છે. ઓવરઓલ આખીય મૂવી તમને ઢગલાબંધ સવાલો આપશે. તમે શાંતિથી વિચારશો એટલે તમને જવાબ મળતા જશે. કેટલાંક ન પણ મળે કેમ કે એટલી જટિલ જ આખી વાર્તા છે. પણ તેમ છતાંય તમે મૂવી પૂરી થયે સંતોષની લાગણી સાથે બહાર નીકળશો. હા વાળ ખંજવાળવા માંડો એવી સિચુએશનમાં પણ રાઘવને અહી ડાર્ક હ્યુમર પણ જબરદસ્ત એડ કર્યું છે એ વળી બોનસમાં. સો ડોન્ટ મિસ ધીસ વન.