નવી દિલ્હી : બોલિવૂડ સ્ટાર્સ માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની સુપરહિટ ‘રામ લખન’ને હાલમાં 30 વર્ષ પૂરા થયા હતા. આ પ્રસંગને સેલિબ્રેટ કરવા માટે બંને કલાકારે 1989માં રિલીઝ થયેલી એ ફિલ્મના કેટલાક ગીતો પર ડાન્સ કરીને એનો વીડિયો એમનાં ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. બંને કલાકાર ફિલ્મનાં બે ગીત – ‘બડા દુઃખ દીના ઓ રામજી’ અને ‘માય નેમ ઈઝ લખન’ની ધૂન પર એક્ટિંગ કરતા જોઈ શકાય છે. આ વીડિયો શેયર કરીને માધુરીએ એની કેપ્શનમાં લખ્યું છે, ‘આજે ‘રામ લખન’ને 30 વર્ષ થયા છે અને આ ગીત પર ડાન્સ કરીને ઘણી સુંદર યાદોંને તાજી કરું છું. ‘રામ લખન’ ટીમ સાથે કામ કરવામાં ખૂબ આનંદ આવ્યો હતો.’ અનિલ કપૂરે માધુરીનાં વિડિયોને રીટ્વીટ કર્યો છે અને લખ્યું છે, ‘રામ લખન’ની વર્ષગાંઠે આપણે ફરી ભજવણી કરી રહ્યાં છીએ તે આનંદની વાત છે. #30YearsOfRamLakhanની સિદ્ધિની ઉજવણી કરવાનો આનાથી સારો રસ્તો કે સારી વ્યક્તિ બીજી કોઈ નહીં.’


જેવીતેવી નથી કંગનાની આ બેગ, કિંમત છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે થોડા સમય પહેલાં 'રામ લખન'ની રિમેકની પણ ચર્ચા હતી. જોકે આ રિમેકમાં રામના કેરેક્ટર માટે હીરો નહીં મળવાથી ફિલ્મને સ્થગિત કરી દેવામાં આવી છે. આ અંગે રોહિત શેટ્ટીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અમે ઘણાં સમયથી રામ- લખનની રિમેક પર કામ કરી રહ્યાં છીએ. પરંતુ હજી સુધી ફિલ્મમાં રામના રોલ માટે અમને યોગ્ય પાત્ર મળ્યું નથી. રામના કેરેક્ટર સાથે અમે કોઇપણ પ્રકારનું સમાધાન કરવા માગતા નથી. આથી જ અમે હમણાં આ ફિલ્મના કામને સ્થગિત કર્યું છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...