The Night Manager: ક્રાઈમ થ્રીલર વેબ સીરીઝને લોકો ખૂબ પસંદ કરે છે. ભારતના અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર ઢગલાબંધ ક્રાઇમ થ્રિલર વેબ સિરીઝ જોવા માટે મળી જશે. પરંતુ તેમાંથી કેટલીક જ એવી હોય છે જેને જોઈને મજા પડી જાય. હાલ ભારતની એક આવી જ વેબ સીરીઝે ઇન્ટરનેશનલ એમી એવોર્ડમાં બેસ્ટ ડ્રામા સિરીઝનું નોમિનેશન મેળવ્યું છે. જેના કારણે આ વેબ સીરીઝ ચર્ચામાં છે. આ વેબ સીરીઝની ટક્કર દુનિયાની 3 ટોપ વેબ સિરીઝ સાથે થશે. જો ભારતની આ વેબ સિરીઝ એમી એવોર્ડ જીતે છે તો ભારતીય સિનેમા માટે આ એક મોટી ઉપલબ્ધિ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: કોણ છે આ સુપરસ્ટાર, જેણે પોતાના પરિણીત 'ભાઈ' સાથે કર્યા હતા લગ્ન : થઈ ગઈ પ્રેગનન્ટ


ક્રાઈમ થ્રીલર વેબ સીરીઝનો ક્રેઝ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં વધી રહ્યો છે. તેવામાં વર્ષ 2023 માં અનિલ કપૂરની વેબ સિરીઝ ધ નાઇટ મેનેજર રિલીઝ થઈ હતી જેને પણ લોકોએ ખૂબ જ પસંદ કરી. આ વેબ સીરીઝની સ્ટોરી, પાત્ર અને કલાકારોના અભિનયના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. આ વેબ સિરીઝને એમી એવોર્ડ્સ 2014માં પણ જગ્યા મળી છે. બેસ્ટ ડ્રામા સીરીઝ કેટેગરીમાં આ ક્રાઈમ થ્રીલર વેબ સિરીઝને નોમિનેશન મળ્યું છે. ખાસ વાત એ છે કે અનિલ કપૂરની આ વેબ સિરીઝનો મુકાબલો દુનિયાની ત્રણ બેસ્ટ વેબ સિરીઝ સાથે હશે. 


આ પણ વાંચો: Veer Zaara: શાહરુખ-પ્રીતિની ફિલ્મ વીર ઝારાનો ક્રેઝ યથાવત, કરી લીધી 100 કરોડની કમાણી


વર્ષ 2023 માં ડિઝની પ્લસ હોટસ્ટાર પર અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર અને શોભેતા ધૂલીપાલાની ધ નાઈટ મેનેજર વેબ સીરીઝ સ્ટ્રીમ થઈ હતી. આ વેબ સિરીઝને ભારતીય દર્શકોએ પસંદ કરી છે. હવે આ વેબ સિરીઝ ઇન્ટરનેશનલ એમી એવોર્ડમાં દુનિયાની ત્રણ મોટી વેબ સિરીઝને ટક્કર આપશે. ભારતની ધ નાઇટ મેનેજર વેબ સિરીઝ ઇન્ટરનેશનલ એમી એવોર્ડમાં નોમિનેશન મેળવનાર એકમાત્ર વેબ સિરીઝ બની છે. આ વેબ સિરીઝ વર્ષ 2016 માં આવેલી બ્રિટિશ વેબ સિરીઝ ધ નાઇટ મેનેજરની હિન્દી રિમેક છે. 


આ પણ વાંચો: Ramayana: રામાયણ આધારિત આ આઇકોનિક ફિલ્મ 31 વર્ષ પછી ફિલ્મી પડદે થશે રિલીઝ


આ વેબ સીરીઝમાં અનિલ કપૂર અને શોભિતા ધૂલીપાલાના કેટલાક રોમેન્ટિક સીન પણ છે જેને ખળભળાટ મચાવી દીધો હતો. આ સાથે જ વેબ સિરીઝમાં જબરદસ્ત એક્શન જોવા મળે છે.