મુંબઈઃ ફિલ્મ 'જુગ-જુગ જીયો'  (Jug Jugg Jeeyo)ના સેટથી સમાચાર આવ્યા કે, ઘણા સ્ટાર્સ કોરોના સંક્રમિત થયા છે. તેવામાં તે અટકળો લગાવવામાં આવી કે અનિલ કપૂર  (Anil Kapoor) પણ કોરોના સંક્રમિત છે. હવે અનિલ કપૂરે ખુદ આ વાતનિ પુષ્ટિ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યુ કે, તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનિલ કપૂરે દૂર કરી લોકોની ચિંતા
અભિનેતા અનિલ કપૂરે અટકળો પર વિરામ લગાવતા શુક્રવારે પુષ્ટિ કરી કે તે કોરોના નેગેટિવ છે. અભિનેતાએ લખ્યુ, 'અટકળો પર વિરામ લગાવતા જણાવી દઉં કે હું કોવિડ-19ની તપાસમાં નેગેટિવ આવ્યો છું. તમારી ચિંતા અને શુભકામનાઓ માટે આભાર.'


Taarak Mehta Ka Ooltah Chashmah શોના લેખકની આત્મહત્યા, પરિવારે લગાવ્યો આ આરોપ


રોકવામાં આવ્યું ફિલ્મનું શૂટિંગ
બંન્ને કલાકારો કોરોનાથી સંક્રમિત થયા બાદ માની લેવામાં આવ્યું કે, અનિલ કપૂર પણ કોરોનાની ઝપેટમાં છે, પરંતુ કોવિડની તપાસમાં અભિનેતા નેગેટિવ આવ્યા છે. હાલમાં ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube