Jamal Jamalo Kudu song meaning : રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર એક્શન ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મમાં રણબીરની સાથે બોબી દેઓલની પણ જોરદાર ચર્ચા થઈ રહી છે. બોબી ફિલ્મમાં હટકે પાત્ર સાથે નજર આવી રહ્યા છે. આ તેમનું જોરદાર કમબેક માનવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મમાં અબરાર એટલે કે બોબી દેઓલની એક ગીતની સાથે એન્ટ્રી બતાવવામાં આવે છે. જેને કારણે લોકો હાલ સોશિયલ મીડિયા પર આ ગીતને શોધી રહ્યા છે કે, આખરે આ ગીત કોનું છે. તેમાં હિન્દી ભાષા નથી, કોઈ વિદેશી ભાષા છે. ત્યારે મેકર્સે આ ગીતનું ઓડિયો સોન્ગ રિલીઝ કરી દીધું છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Bobby Deol (@iambobbydeol)


એનિમલને લઈને થઈ રહેલી ચર્ચામાં લોકોને આ ગીત પણ બહુ જ ગમી રહ્યું છે. Jamal Jamalo Kudu ગીત બહુ જ પોપ્યુલર બન્યું છે. આ મનોરંજક વીડિયોના ગીતે સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. 


કોનો અવાજ છે 
સંગીતકાર હર્ષવર્ધન રામેશ્વરે આધુનિક ટ્રેક માટે પારંપરિક ઈરાની બદરી સંગીત શૈલીની કલ્પના કરી હતી. તેને બાળકોની મંડળીએ અવાજ આપ્યો છે. જેમાં સૌનિક, હર્ષિતા, કીર્તન અને વાગ્દેવી છે. મેઘના નાયડુ, સબિહા, ઐશ્વર્યા દસારી અને અભિખ્યા ફેમિલ વોકલિસ્ટમાં છે. 


Zihaal E Miskin : આ ફેમસ બોલિવુડ ગીતને ગણગણતા 90 ટકા લોકો તેનો મતલબ જ નથી જાણતા, આજે જાણી લો