નવી દિલ્હી: ટીવી અને બોલીવુડ અભિનેત્રી અંકિતા લોખંડેએ પોતાનો 36મો જન્મદિવસ બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે ખુબ ધૂમધામથી મનાવ્યો. તેણે શનિવારે પોતાનો 36મો જન્મદિવસ મિત્રો સાથે ધામધૂમથી સેલિબ્રેટ કર્યો. હવે આ બર્થડેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અંકિતા લોખંડેએ સોશિયલ મીડિયા પર બર્થડે સેલિબ્રેશનની ઝલકો શેર કરી છે. ખાસ વાત એ છે કે આ વીડિયોઝ પર દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા કિર્તીએ પણ અંકિતાને વીશ કર્યો છે. 


પોતાના આ ધામધૂમથી ઉજવાયેલા બર્થડેનો વીડિયો અંકિતાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. જેમાં તે ત્રણ જન્મદિવસની કેક, ફૂલોના ગુલદસ્તા, ફુગ્ગા અને મ્યૂઝિક તથા લોકો સાથે જોવા મળી રહી છે. તેનો આ વીડિયો જોઈને અનેક લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.