મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધન બાદ હવે અનેક ચોંકાવનારી વાતો સામે આવી રહી છે. એક બાજુ મુંબઇ પોલીસ સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા અનેક લોકોની પૂછપરછમાં લાગી છે ત્યાં બીજી બાજુ અભિનેતા સાથે કામ કરી ચૂકેલા લોકો સામે આવીને ચોંકાવનારા ખુલાસા કરી રહ્યાં છે. સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મી દુનિયામાં એન્ટ્રી મારી તે પહેલા ટીવી સિરિયલમાં કામ કર્યું હતું. એમાં પણ એક્તા કપૂરની 'પવિત્ર રિશ્તા' સિરિયલથી તેને એક ખાસ ઓળખ મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ વાયરલ થયો આ VIDEO, કરણ-આલિયા પર ફેન્સ રોષે ભરાયા



હાલમાં જ 'પવિત્ર રિશ્તા'ને 11 વર્ષ પૂરા થયા અને આ દરમિયાન અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande) એ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને મેકર્સથી લઈને ફેન્સ સુધી બધાનો આભાર વ્યક્ત કર્યો હતો. હવે એવું સાંભળવા મળી રહ્યું છે કે આ દરમિયાન અંકિતા લોખંડેએ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું, જેમાં તેણે 'પવિત્ર રિશ્તા'ના (Pavitra Rishta) તમામ કલાકારોને એડ કર્યા હતાં પરંતુ આ ગ્રુપમાં ફક્ત સુશાંત સિંહ રાજપૂત સામેલ નહતો. સિરિયલ પવિત્ર રિશ્તામાં સુશાંત સિંહ રાજપૂતના માતાની ભૂમિકા ભજવી ચૂકેલા અભિનેત્રી ઉષા નાડકર્ણીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 


જુઓ LIVE TV



ઉષા નાડકર્ણીનું કહેવું છે કે અનેક લોકોએ તેને સામેલ કરવાનું કહ્યું પરંતુ તેને સામેલ ન કર્યો. અંકિતાએ તેને સામેલ ન કર્યો. આ બાજુ ગઈ કાલે જ અંકિતા લોખંડે માતા અને ભાઈ સાથે સુશાંત સિંહ રાજપૂતને તેના બાન્દ્ર સ્થિત ઘરે પરિજનોને મળવા માટે પહોંચી હતી. આ દરમિયાન અંકિતા પરેશાન હાલાતમાં જોવા મળી હતી.