નવી દિલ્હી: બોલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતને 9 મહિના જેટલો સમય વીતી ગયો છે. તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande) એ વર્ષ 2016માં સુશાંત સિંહ રાજપૂત સાથે  થયેલા બ્રેકઅપ વિશે હવે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં અંકિતાએ એમ પણ કહ્યું કે આ બ્રેકઅપના કારણે તેણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' અને આવી જ અનેક મોટી ફિલ્મો છોડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલીવુડ બબલને આપેલા ઈન્ટરવ્યુમાં અંકિતા લોકંડેએ પોતાનું દર્દ અને આપવીતી જણાવતા કહ્યું કે 'આજે લોકો મને આવીને કહે છે કે તે સુશાંતને છોડી દીધો. તમે આવું કેવી રીતે કહી શકો? કોઈ મારી કહાની જાણતું નથી. હું અહીં કોઈના પર કોઈ આરોપ લગાવતી નથી. મને લાગે છે કે સુશાંતે ખુબ સારી રીતે નક્કી કરી લીધુ હતું કે તેણે શું કરવું છે. તેણે સ્પષ્ટ કર્યું હતું કે તેને કરિયરમાં આગળ વધવું છે. તેણે મારી જગ્યાએ કરિયરની પસંદગી કરી અને આગળ વધી ગયો.'


મે અઢી વર્ષ સુધી ખુબ સહન કર્યું
અંકિતા લોખંડેએ વધુમાં કહ્યું કે સુશાંત તો આગળ વધી ગયો, પરંતુ અઢી વર્ષ સુધી મે ઘણું બધુ સહન કર્યું. એવું હતું કે હું બેડ પર સૂતી રહેતી હતી. મને કોઈ સાથે વાત કરવાનું મન થતું નહતું. મમ્મી સાથે કે પપ્પા સાથે હું વાત કરતી નહતી. હું બસ પોતાનામાં જ રહેતી હતી. તમારા દિમાગમાં જ્યારે આટલી બધી ગડમથલ ચાલતી હોય ત્યારે હું શું કરું? શું હું આત્મહત્યા કરી લઉ? લોકો આવતા હતા અને મને કહેતા હતા કે અરે યાર ફોટા હટાવી લે. શું કામ લગાવી રાખ્યા છે? પાગલ છે કે સુશાંતના ફોટા લગાવી રાખ્યા છે? પરંતુ હું કહેતી હતી કે મને સમય આપો કે હું આ બધામાંથી બહાર નીકળી શકું. મને સમય જોઈએ છે. 


ટ્રોલર્સને કહ્યું- ક્યાં હતા જ્યારે મારું બ્રેકઅપ થયું હતું?
સુશાંતના મોત બાદ સોશિયલ મીડિયા પર  ટ્રોલર્સે અંકિતા લોખંડને ખુબ આપત્તિજનક શબ્દો કહ્યા હતા. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું હતું કે જો અંકિતાએ સુશાંતનો સાથ ન છોડ્યો હોત તો આજે તે જીવતો હોત. અંકિતાને ખુબ દુખ થયું હતું કે લોકોએ તેના પર  આંગળી ચિંધી અને તેને બ્રેકઅપ માટે જવાબદાર ઠેરવી હતી. તેણે કહ્યું કે જ્યારે મારું બ્રેકઅપ થયું હતું ત્યારે એ લોકો ક્યા હતાં? હવે વિકી જૈન અને મારું કપલ ગંદુ થઈ ગયું? સુશાંત અને હું અચાનક મેડ ફોર ઈચ અધર થઈ ગયા. 


સુશાંતની ખુબ રાહ જોઈ, પણ...
અંકિતાએ વધુમાં કહ્યું કે 'હું કોઈને દોષ આપતી નથી, પણ તેની પોતાની રીત હતી. તેણે પોતાનો રસ્તો પસંદ કર્યો. હું શું કરતી? હું શું તેની રાહ જોયા કરતી? મે ખુબ રાહ જોઈ. ખુબ વાટ જોઈ,પરંતુ...'


સુશાંત નથી પણ હું તો છું, પરિવારનું ધ્યાન રાખીશ
અંકિતાએ તે લોકોને પણ જવાબ આપ્યો કે જે કહેતા હતા કે સુશાંતના ગયા બાદ તે તેના પરિવાર સાથે સંબંધ બનાવી રહી છે. પબ્લિસિટી માટે ખડી છે. તે બોલી ક્યારેક ક્યારેક ખુબ ખરાબ લાગે છે. તમે કોણ છો આ બધુ બોલનારા. આજે હું તેના પરિવારને પડખે છું. સુશાંત તો જતો રહ્યો પરંતુ હું તો છું ને. હું તેના પરિવાર સાથ છું. મે એવો સંબંધ બનાવ્યો છે. મનમાં ફિલિંગ આવે છે કે હવે મારે તેમનું ધ્યાન રાખવાનું છે કારણ કે સુશાંત નથી. કશું નથી એવું લાગે પણ આમ છતાં ઘણું બધુ છે. મારે હંમેશા તેમનો સાથ આપવાનો છે. ધ્યાન રાખવાનું છે. તેમની સાથે સંબંધ ભલે સુશાંતના કારણે બન્યો પરંતુ બ્રેકઅપ બાદ પણ આ 4-5 વર્ષ મે તેમની સાથે સંબંધ જાળવી રાખ્યો. હું કઈ અત્યારે અચાનક કોઈ સાથે સંબંધ નથી બનાવી રહી. 


સંજય લીલા ભણસાલીની ઓફર નકારી
ઈન્ટરવ્યુમાં અંકિતાએ કહ્યું કે તે  દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે બ્રેકઅપ બાદ પૂરેપૂરી રીતે તૂટી ગઈ હતી. તેની હાલત એવી હતી કે તેણે પોતાની કરિયરની પણ પરવા કરી નહીં. તેણે સ્ટ્રેસના કારણે બોલીવુડની કેટલીક મોટી ફિલ્મો રિજેક્ટ કરી હતી. આ ઈન્ટરવ્યુમાં અંકિતાએ કહ્યું કે હું તે દરમિયાન ફક્ત લગ્ન કરવા માંગતી હતી. પરંતુ તે જીવનમાં આગળ વધવા માંગતો હતો.  આવામાં તણાવના કારણે મે મારી કરિયર સાથે ખિલવાડ કરી. અંકિતાનું માનીએ તો તેણે તે સમયગાળામાં નિર્માતા અને નિર્દેશક સંજય લીલા ભણસાલીની રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા સ્ટારર ફિલ્મ બાજીરાવ મસ્તાની હતી. 


આ ફિલ્મો કરવાની પણ ના પાડી
અંકિતા લોખંડેના જણાવ્યાં મુજબ આ સમયગાળામાં નિર્માતા ફરાહ ખાનની ઓફર પણ તેણે ફગાવી હતી. શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ હેપ્પી ન્યૂ યરની તેને ઓફર મળી હતી. પરંતુ અંકિતાએ આ ફિલ્મ કરવાની પણ ના પાડી હતી. અંકિતાએ કહેવા મુજબ તે સમયે તે સુશાંતનું સારું ઈચ્છતી હતી. તે સુશાંતની કરિયર વિશે ખુબ ચિંતિત હતી. અંકિતાએ કહ્યું કે હું સુશાંતને એકદમ સ્ટ્રોંગ સપોર્ટ આપવા ઈચ્છતી હતી અને મે તે આપ્યો. તેનો મને કોઈ અફસોસ નથી. 


આ ફિલ્મથી બોલીવુડમાં કરી એન્ટ્રી
જો કે ત્યારબાદ અંકિતાએ બોલીવુડમાં એન્ટ્રી કરી. તેણે કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકાથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું. આ ફિલ્મમાં અંકિતાએ ઝલકારી બાઈની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તે અહમદ ખાનની ફિલ્મ બાગી 3માં શ્રદ્ધા કપૂરની બહેનની ભૂમિકા પણ જોવા મળી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube