નવી દિલ્હી: અનુ અગ્રવાલ (Anu Aggarwal) 90 ના દાયકામાં યંગસ્ટર્સને 'આશિકી' શિખવનાર અનુ અગ્રવાલ લાંબા સમયથી પડદાથી દૂર છે. આ કલાકારનો લુક બિલકુલ બદલાઇ ગયો છે. છેલ્લે વર્ષ 1996માં આવેલી 'રિટર્ન ઓફ જ્વેલ થીફ'માં જોવા મળી અનુએ પોતાના 7 વર્ષના કેરિયરમાં હિંદી સાથે તમિલ સિનેમામાં હાથ હજમાયો. એટલું જ નહી તે ટીવી પર કામ કરી ચૂકી છે. અનુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાંન તે પોતાની જીંદગીના અનુભવ દર્દને રજૂ કરી રહ્યા છે. 


ડિજિટલ હોત છે મારા સુપરમોડલ હોવાનો હોબાળો થાત 
અનુ અગ્રવાલે વીડિયોમાં કહ્યું કે મને દેશની પહેલી સુપરમોડલ હોવાનું બિરૂદ મળ્યું છે. તે કહે છે કે તે સમયગાળામાં ડિજિટલ મીડિયા એટલું ઉપસ્થિત ન હતું. જો તે દરમિયાન ડિજિટલ અને સોશિયલ મીડિયા હોત તો આ વાતની જાણકારી બધાને હોત કે હું દેશની પહેલી સુપરમોડલ છું. બ્યૂલ જીન્સમાં આવેલો મારો ફોટો સમયે લોકોના મનમાં હતો. અનુ કહે છે કે હું મહિલા સશક્તિકરણ માટે પણ કામ કર્યું છે.   


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube