નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ઇઝરાયલી જિમનાસ્ટ અર્ટમ દોલ્ગોપ્યાટે ઈતિહાસ રચ્યો છે. તે પોતાના દેશને બીજો ઓલિમ્પિક ગોલ્ડ અપાવવામાં સફળ રહ્યો. જ્યારે પોડિયમ પર તેણે ગોલ્ડ મેડલ પહેર્યો તો પાછળ ઇઝરાયલનું રાષ્ટ્રગિત 'હાતિકવાહ' શરૂ થયું હતું. લાઇવ જોઈ રહેલા કેટલાક લોકો ચોંકી ગયા કારણ કે આ ધુન જાણીતી હતી. થોડા સમય બાદ વીડિયો ટ્વિટર સુધી પહોંચ્યો તો વિવાદ શરૂ થઈ ગયો. લોકોને હાતિકવાહની ધુનથી અનુ મલિક યાદ આવવા લાગ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલિકે આ ધુનને 'દિલજલે' ફિલ્મના એક ગીત 'મેરા મુલ્ક મેરા દેશ..' માં ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણા લોકોને આ વાતની પ્રથમવાર જાણ થઈ. લોકો ટ્વિટર પર ન માત્ર ચોકી ગયા, પરંતુ અનુ મલિકને તેની ચોરી કરવા માટે ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. 


પહેલા ઈઝરાયલી રાષ્ટ્રગિત સાંભળો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube