મુંબઈ : રિયાલિટી શોમાં બિગ બોસમાં અનૂપ જલોટાની લવસ્ટોરી ચર્ચાનો મુદ્દો બની હતી. આ વખતે અનૂપ જલોટાનો વેલેન્ટાઇન્સ ડે ખાસ રહ્યો છે. આ વખતે તેઓ ખાસ આલબમ લઈને આવી રહ્યા છે જે વેલેન્ટાઇન્સ ડેના દિવસે લોન્ચ થયું છે. આ આલબમમાં અનુરાધા પોંડવાલ સહિત અનેક ગાયકોએ ગીત ગાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી મીડિયા સાથેની વાતચીતમાં અનૂપ જલોટાએ કહ્યું છે કે તેઓ રોજ વેલેન્ટાઇન્સ ડે સેલિબ્રેટ કરે છે. વર્ષમાં પ્રેમ માટે માત્ર એક દિવસ નથી હોતો પણ દરેક વ્યક્તિએ રોજ પ્રેમનો દિવસ ઉજવવો જોઈએ. મેં મારા જીવનમાં વેલેન્ટાઇન્સ ડે ખાસ રીતે જ સેલિબ્રેટ કર્યો છે. મેં મારી પત્ની મેઘા સાથે આ દિવસ અલગઅલગ દેશોમાં ઉજવ્યો છે. 


કંગનાએ કર્યું એવું એલાન, સાંભળીને અડધા બોલિવૂડના પગ નીચેથી ખસી જશે જમીન


શું તેઓ આ વર્ષે જસલીન સાથે વેલેન્ટાઇન્સ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે? આ સવાલનો જવાબ આપતા અનૂપ જલોટાએ કહ્યું છે કે હું જસલીન સાથે શું કામ આ દિવસ ઉજવું? હું તો તેના માટે છોકરો શોધી રહ્યો છું અને બહુ જલ્દી તેના લગ્ન કરી દઈશ. આમ, અનૂપ અને તેની લવસ્ટોરી ભલે ફેમસ થઈ ગઈ હોય પણ હકીકત અલગ જ છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...