મુંબઈ : એક તરફ કોરોના વાયરસ પોઝિટિવ સિંગર કનિકા કપૂરે દાખવેલી બેદરકારીને લીધે લોકોમાં તેના પ્રત્યે રોષ છે ત્યારે બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે અનોખી જાગૃતિ દાખવી છે. એક્ટર અનુપમ હાલમાં જ વિદેશથી આવ્યા છે અને પૂરતી તકેદારી રાખી રહ્યા છે. આ વાતનો પુરાવો તેમણે એક વીડિયો શેર કરીને આપ્યો છે.


અનુપમ ખેર પોતાની માતાની ખૂબ નજીક છે. તે ઘણીવાર માતા દુલારી સાથે વિડીયો શેર કરતા રહે છે. હાલમાં જ અનુપમે એક વિડીયો શેર કર્યો છે. જેમાં મા-દીકરાનો પ્રેમ સ્પષ્ટ જોઈ શકાય છે. સાથે જ એકબીજાથી દૂર રહેવાની વ્યથા પણ તેમના ચહેરા પર જોવા મળે છે. કોરોના વાયરસના ફેલાવા વચ્ચે અનુપમ ખેરે પોતાને આઈસોલેટ કરી દીધા છે. શુક્રવારે તેઓ અમેરિકાથી આવ્યા છે અને હવે સાવચેતીના ભાગરૂપે તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube