નવી દિલ્હી: 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મ 11 માર્ચના રીલિઝ થઈ છે. આ ફિલ્મે ના માત્ર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે પરંતુ દર્શકો પણ આ ફિલ્મને જોઇને પોતાના આંસુ રોકી શકતા નથી. હાલમાં જ આ ફિલ્મના મુખ્ય અભિનેતા અનુપમ ખેરે ZEE News સાથે EXCLUSIVE વાતચીત કરી. આ ઇન્ટરવ્યૂ દરમિયાન એક્ટરે આ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટોરી સાંભળીને જ થયું દુ:ખ
અનુપમ ખેરે ZEE News સાથે EXCLUSIVE વાતચીતમાં કહ્યું- જ્યારે પહેલીવાર વિવેકજીએ મને આ સ્ટોરી સંભળાવી હતી ત્યારે મારા માટે આ સ્ટોરી સંભાળવી જ તકલીફદાયક હતી. કેમ કે, હું એક કાશ્મીરી પંડિત છું. મારા પિતાનું નામ પુષ્કર હતું. તેથી મેં મારું નામ આ ફિલ્મમાં પુષ્કર રાખ્યું. દરેક શોર્ટ્સ પહેલા હું મારા પિતાનો ચેહરો યાદ કરતો હતો. લોકોને ફિલ્મોમાં રડાવા માટે ગ્લિસરીન લગાવવું પડે છે, પરંતુ મારા આંસુ ઓરિજનલ હતા આ ફિલ્મમાં.


અત્યાર સુધીની મારી બેસ્ટ ફિલ્મ
અનુપમ ખેરે વધુમાં કહ્યું- આ ફિલ્મ મેં એક એક્ટર તરીકે નથી કરી. હું તેમાં કાશ્મીરીયોને યાદ કરીને રોલ નિભાવ્યો છે. હું ખુબ જ ખુશ છું કે આ ફિલ્મને અપાર સફળતા મળી રહી છે. મેં મારા 37 વર્ષના કરિયરમાં આવો ઉત્સાહ લોકોમાં કોઈ ફિલ્મ માટે જોયો નથી. આ ફિલ્મને હું અત્યાર સુધીની મારી બેસ્ટ ફિલ્મ માનું છું.


બે દિવસ સુધી ઊંઘી ન શકી માતા
આ ઇન્ટરવ્યૂમાં અનુપમ ખેરને સવાલ પૂછવામાં આવ્યો- કેટલાક લોકો આ ફિલ્મને propaganda કહી રહ્યા છે. કેરળ કોંગ્રેસે તો આ ઘટનાને નરસંહારની જગ્યાએ આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. કહ્યું કે માત્ર 400 પંડિત માર્યા હતા અને 15 હજાર મુસ્લિમ માર્યા ગયા. તેનો જવાબ આપતા અભિનેતાએ કહ્યું- દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. કેટલાક લોકો માત્ર વાતોમાં વિશ્વાસ કરે છે. હું તે લોકો પર ધ્યાન આપતો નથી. મારી માતાએ મારી સાથે 2 વખત ફિલ્મ જોઈ, તે પોતે 2 રાત સુધી ઊંધી શક્યા નથી. કેમ કે, મારા મામા સાથે પણ આ પ્રકારનો દર્દનાક ઘટના બની હતી.


આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની વાપસીનો રસ્તો
અભિનેતાએ વધુમાં કહ્યું- ઘણી ખુશીની વાત છે કે ઘણા રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. હું બધાનો આભાર માનું છું. કાશ્મીરી પંડિતોની વાપસી આ ફિલ્મના માધ્યમથી એક રસ્તો છે. બદલાવ ધીરે ધીરે થાય છે. આ શરૂઆત છે. દરેક સાંજ બાદ એક સવાર આવે છે અને તે સવાર પહેલાની આ રાત છે જે આવી ગઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube