નવી દિલ્હીઃ છેલ્લા દાયકાની સૌથી શાનદાર ફિલ્મોમાં સામેલ એ વેડનસડેમાં અનુપમ ખેર અને નસીરુદ્દીન શાહ જેવા સિતારા જોવા મળ્યા હતા પરંતુ હાલ બંન્ને કલાકારો વચ્ચે બધુ યોગ્ય ચાલી રહ્યું નથી. સીએએ-એનઆરસી વિરોધ વચ્ચે બોલીવુડના આ વેટરન સિતારા વચ્ચે અથડામણ જોવા મળી રહી છે. ધિ વાયરની સાથે ઇન્ટરવ્યૂમાં નસીરુદ્દીન શાહે અનુપમ ખેરને લઈને આક્રમક પ્રતિક્રિયાઓ આપી હતી. તેમણે અનુપમ ખેરને જોકર ગણાવ્યા હતા અને તેમને ગંભીરતાથી ન લેવાની વાત કરી હતી. હવે આ મામલામાં અનુપમ ખેરે પણ વળતો જવાબ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનુપમ ખેરે પણ નસીરુદ્દીન શાહ પર કર્યો પલટવાર
અનુપમ ખેરે એક ટ્વીટ કર્યું અને આ ટ્વીટની સાથે એક વીડિઓ પોસ્ટ કર્યો છે. તેમણે કહ્યું કે, ડિયર નસીર જી, મેં તમારૂ ઈન્ટરવ્યૂ જોયું. તમે મારી પ્રશંસામાં કેટલિક વાત કરી કે હું એક જોકર છું, મને ગંભીરતાથી ન લેવો જોઈએ. તે મારા લોહીમાં છે વગેરે... વગેરે. આ પ્રશંસા માટે તમારો આભાર હું તમને અને તમારી વાતોને ખરેખર ગંભીરતાથી લેતો નથી. પરંતુ હું ક્યારેય તમારા વિશે ખોટુ બોલ્યો નથી પરંતુ આજે જરૂર કહેવા ઈચ્છું છું કે તમે તમારી જિંદગી આટલી સફળતા મળ્યા બાદ પણ ફ્રસ્ટ્રેશનમાં પસાર કરી છે. 



તેમણે આગળ કહ્યું કે, જો તમે દિલીપ કુમાર સાહેબને, અમિતાભ બચ્ચનને, રાજેશ ખન્ના સાહેબને, શાહરૂખ ખાનને, વિરાટ કોહલીની ટીકા કરી શકો તો પછી મને લાગે છે કે હું પણ એક સારી કંપનીમાં છું અને તેમાંથી કોઈએ પણ તમારી વાતને ગંભીરતાથી લીધી નથી કારણ કે અમે જાણીએ છીએ કે આ તમે નહીં પરંતુ વર્ષોથી તમે જે પદાર્થોનું સેવન કરતા આવ્યા છો, તેના કારણે શું સાચું છે અને શું ખોટું, તમને તેના અંતરનો ખ્યાલ આવ્યો નથી. મારી ખરાબ વાતો કરીને જો તમે એક-બે દિવસ ચર્ચામાં આવવા ઈચ્છો છો તો હું આ ખુશી તમને ભેટ કરુ છું અને તમે જાણો છો કે મારા લોહીમાં શું છે? મારા લોહીમાં હિન્દુસ્તાન છે, તેને સમજી જાવ બસ. 


મહત્વનું છે કે આ પહેલા નસીરુદ્દીન શાહે પણ અનુપમ ખેરની સીએએ-એનઆરસી વિરોધને લઈને આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે અનુપમ એક જોકર છે. તેને ગંભીરતાથી લેવાની જરૂર નથી. એનએસડી, એનએફટીઆઈઆઈના સમયના તેની સાથેના લોકો તેના સાઇકોથેપ નેચર વિશે જણાવી શકે છે, આ તેના લોહીમાં છે. પરંતુ બાકી લોકો જે તેનું સમર્થન કરી રહ્યાં છે તેણે નિર્ણય કરવો જોઈએ કે આખરે તે કોનું સમર્થન કરી રહ્યાં છે. અમારે તેને અમારી જવાબદારી દેખાડવાની જરૂર નથી, અમે જાણીએ છીએ કે અમારી જવાબદારી શું છે.