નવી દિલ્હીઃ વર્ષ 2020માં ઘણા ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યાં છે. કોરોનાને કારણે વિશ્વમાં તહાબી જોવા મળી છે. તો પાકિસ્તાનમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 82 લોકોના મોત થવાના સમાચાર છે. આ ભીષણ દુર્ઘટના પર બોલીવુડના સેલિબ્રિટીઓએ દુખ વ્યક્ત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર શોક
પાકિસ્તાનમાં શુક્રવારે ભીષણ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. કોરોના લૉકડાઉન બાદ ડોમેસ્ટિક ફ્લાઇટ સર્વિસ નોર્મલ તથાં જ કરાચીમાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટના જિન્ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની પાસે થઈ હતી. પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ ફ્લાઇટમાં 99 લોકો સવાર હતા, જેમાં 82ના મોત થયાની માહિતી મળી છે. આ દુર્ઘટના પર ભારતના પ્રધાનમંત્રી સહિત બોલીવુડના સેલિબ્રિટીઓએ દુખ વ્યક્ત કર્યું છે. 


બોલીવુડે વ્યક્ત કર્યું દુખ
અનિલ કપૂર, સોનમ કપૂર, અનુપમ ખેર અને અનુભવ સિન્હા જેવા ઘણા કલાકારોએ ટ્વીટ કરીને દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.