નવી દિલ્લીઃ સીરિયલ અનુપમા, યે રિશ્તા ક્યાં કહેલાતા હે, નાગિન-6, ઈમલી અને ગુમ હે કિસી કે પ્યાર મે, ઉડારિયા અને કુંડલી ભાગ્ય જેવા ટીવી શોમાં આ ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા જેવા છે. ઘણાં લોકોને સિરિયલમાં આવતા એપિસોડમાં શું આવશે કે ગયા એપિસોડમાં શું આવ્યું હતું એ જોવાની તાલાવેલી હોય છે. અને એજ વસ્તુ તમને સિરિયલ અને એના કથાનક સાથે પકડી રાખે છે. ત્યારે આ ટીવીના પડદા પર છવાયેલી આ સિરિયલો પણ હાલ ચર્ચામાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીવી સીરિયલ્સ સતત એખબીજાને TRP લિસ્ટમાં ટક્કર આપી રહ્યા છે. આગામી સમયમાં પણ ટીવીના શોમાંજબરજસ્ત હંગામો થવાનો છે. મેકર્સે આગામી સમયમાં પણ ફેન્સને એન્ટરટેઈન કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. એક બાજુ અનુપમાનાં નવા ઘરમાં જતાની સાથે જ બબાલ થઈ જાય છે. બીજીબાજુ  પ્રીતા ઈમલી, પ્રથા અને સઈની જિંદગીમાં પણ નવી પરેશાની દસ્તક આપવાની છે. બધુ ટોટલ કરીને જોવા જઈએ તો, યે રિશ્તા ક્યા કહેલાતા હે, ઉડારિયા, કુંડલી ભાગ્ય, ઈમલી, નાગિન-6 જેવા શોમાં ઘણાં ફેરફાર આવવાનાં છે.


અનુપમા (Anupamaa)-
સીરિયલ અનુપમામાં અનુપમા પોતાના નવા ઘરમાં બરખા સાથે ઝઘડી પડે છે એ સીન તો તમે જોયો હશે. આ દરમિયાન બરખા બાપૂજીનું અપમાન કરે છે. બાપૂજીનું અપમાન જોઈને વનરાજનો પારો સાતમાં આસમાને પહોંચી જાય છે. પણ એના પછી શું થવાનું છે એ જોવા માટે તમારે હવે વધારે રાહ નહી જોવી પડે.


કુંડલી ભાગ્ય (Kundali Bhagya)-
કુંડલી ભાગ્યમાં પ્રીતા અને ઋષભ લગ્ન જોવા મળ્યાં. લીપ બાદ પ્રીતાની મુલાકાત અર્જુન નામનાં છોકરા સાથે થઈ. ટીવી સીરિયલમાં અર્જુન પ્રીતાની છોકરીનું કિડનેપ કરે છે. એના પછી તુરંત જ કહાનીમાં એક નવો મોડ આવશે.


યે રિશ્તા ક્યા કહેલાતા હે (Yeh Rishta Kya Kehlata Hai)-
યે રિશ્તા ક્યા કહેલાતા હે સીરિયલમાં મહિમા, મંજરી અને હર્ષવર્ધનનાં ડિવોર્સની કહાની પર આ વાર્તા એક મોટો પોઝ લે છે. આગળ જતાં પણ અભિમન્યુનાં કારણે ઘરમાં એક નવી લડાઈ શરૂ થશે. તો ફરી એકવાર અક્ષરા આખી બબાલમાં સસરાનો સાથ આપતી જોવા મળશે.


ઈમલી (Imlie)-
સીરિયલ ઈમલીમાં સુંદર ઈમલીની મદદ કરે છે. એટલું જ નહીં કૈરી બનેલી ઈમલી સુંદરને પોતાના પ્લાનમાં શામેલ કરે છે. જેના કારણે આર્યન નહીં જાણી શકે કે કૈરી જ ઈમલી છે.


ગુમ હે કિસી કે પ્યાર મેં  (Ghum Hai Kisikey Pyaar Meiin)-
સિરીયલ ગુમ હે કિસી કે પ્યાર મેંની કહાની સમ્રાટની મોત બાદ પાખી વિરાટને હાંસિલ કરવાનાં પ્રયત્ન કરે છે. પાખી, વિરાટ અને સઈનાં ઝઘડાનો ફાયદો ઉઠાવશે. બીજીબાજુ પાખીની સાસુ ચૌહાણ હાઉસ છોડીને વૃદ્ધાશ્રમ જતી રહે છે. અને એના પછી ફરી સિરિયલમાં આવે છે એક રોચક મોડ.


ઉડારિયા (Udaariyaan)-
સીરિયલ ઉડારિયામાં અપકમિંગ એપિસોડમાં જોવા મળશે કે તેજો અને ફતેહ મહિનાઓ પછી આમને-સામને થાય છે. તેજોની વાપસી થતા જેસ્મિનનાં આખા પ્લાન પર પાણી ફરી વળે છે. એના પછીનો સીન પણ જોવા જેવો છે.


નાગિન-6 (Naagin 6)-
નાગિન-6ના આગામી એપિસોડમાં પ્રથા પોતાની બહેન પાસેથી શક્તિ છીનવી લેશે. જ્યારબાદ પ્રથા એક દાનવનો સામનો કરશે. ઉર્વશી પણ પ્રથા માટે માથાનો દુઃખાવો સાબિત થશે.