Anupama Namaste America: જાણીતી ટીવી સીરિયલ 'અનુપમા'નો પ્રીક્વલ પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ પ્રોમોમાં વનરાજ અને અનુપમાનો લુક તો તમને અલગ લાગશે જ પરંતુ પ્રોમોમાં વનરાજનો જે લુક અને સ્વભાવ છે તે જોઇને તમે પણ કહેશો તમે તેને બિલકુલ ઓળખતા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનુપમાની દાદી સાસુ જોવા મળી
આ પ્રોમો વીડિયોમાં અનુપમાની દાદી સાસુ જોવા મળી રહી છે. દાદી સાસુનો રોલ જાણીતી એક્ટ્રેસ સરિતા જોશી કરી રહી છે. પ્રોમોમાં બાના હિંચકા પર સરિતા જોશી છે અને તે અનુપમા અને વનરાજ ઉપરાંત શેરીની મહિલાઓ સાથે વાત કરતી જોવા મળી રહી છે.


પિતા સંભાળશે બાળકો
આ પ્રોમો વીડિયોમાં તમે જોશો કે અનુપમાની દાદી સાસુ હિંચકા પર બેઠી છે અને તેમની બાજુમાં અનુપમા ઉભી છે. દાદી સાસુની સામે સોફા પર વનરાજની બાજુમાં શેરીની મહિલાઓ બેઠી છે. ત્યારે શેરીની મહિલાઓ વનરાજને પૂછે છે કે જો અનુપમા અમેરિકા જતી રહેશે તો બાળકોને કોણ સંભાળશે. તેમનું ખાવા-પીવા અને સ્કૂલ. ઘણી મુશ્કેલી પડશે. ત્યારે દાદી સાસુ એક સવાલ પૂછે છે. આ સવાલ છે- 'બાળકને પેદા કરવા માટે માતા સાથે કોની જરૂર પડે છે. એવામાં તમામ અલગ-અલગ જવાબ આપે છે. ત્યારે શેરીની એક મહિલા કહે છે કે પિતાની. આ જવાબ પર દાદી સાસુ કહે છે- જ્યારે બાળક સંભાળવાની વાત આવે છે તો તમે પિતાને કેવી રીતે ભૂલી શકો છો.


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by StarPlus (@starplus)


સાંભળીને ચોંકી જાય છે વનરાજ
દાદી સાસુની આ વાત સાંભળી અનુપમા તો ખુશ થઈ જાય છે ત્યારે વનરાજ ચોંકી જાય છે. પરંતુ તે શાંત બેસી રહે છે. વનરાજનો લુક જોઈ તમારા મનમાં પણ આ વાત આવી જશે કે અનુપમાના વનરાજ શાહથી એકદમ અલગ છે.


25 એપ્રિલે આવશે શો
અનુપમા નમસ્તે અમેરિકાની સ્ટોરી 11 એપિસોડમાં દેખાડવામાં આવશે. અનુપમાના આ પ્રીક્વલમાં ફેન્સ અનુપામાની 17 વર્ષ પહેલાની જિંદગી કેવી હતી તે જોશે. આ શો ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની હોટસ્ટાર પર 25 એપ્રિલના ઓનએર થશે. આ શોની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી ફેન્સ આ શોને લઇને ઘણા એક્સાઈટેડ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube