મુંબઇ: ભારતમાં કોરોના કેસ (Coronavirus) અટકવાનું નામ નથી લઈ રહ્યા. એવામાં દેશના સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં (Maharashtra) હાલ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. એામાં તમામ શૂટિંગ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુંબઇમાં લોકડાઉન (Mumbai Lockdown) લાગતા જ મેકર્સે ટીવી શોનું શૂટિંગ મહારાષ્ટ્ર બહાર ગુજરાત અને ગોવામાં શિફ્ટ કર્યું છે. જો કે, હવે ગોવામાં લોકડાઉન લાગુ થઈ ગયું છે. જેને લઇને મેકર્સ ઘણા કન્ફ્યૂઝ છે કે શોનું શૂટિંગ કરી શકશે કે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ ગુજરાતમાં હાલ એવું કંઇ દેખાતું નથી. ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' (Yeh Rishta Kya Kehlata Hai) અને 'અનુપમા'નું (Anupamaa) શુટિંગ હાલ ગુજરાતમાં થવાના સમાચારો સામે આવી રહ્યા છે. ગત વર્ષે લોકડાઉન બાદ શૂટિંગ અટકાવવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે કંઈ થયું નથી. શોના નિર્માતા રાજન શાહી ખાતરી કરી રહ્યા છે કે શૂટ સરળતાથી ચાલે અને સ્ક્રિપ્ટ પણ લોકેશન પ્રમાણે બદલાઈ શકે.


આ પણ વાંચો:- આખરે કેમ દરેક વખતે અમૃતા સિંહ બને છે દીકરી સારા અલી ખાનના પ્રેમની દુશ્મન


કોરોનાથી ખરાબ સ્થિતિ
બોલિવૂડ હંગામાના અનુસાર અનુપમા માટે પરિવાર ડેસ્ટિનેશન વેડિંગમાં બહાર નીકળી શકે છે અને તેના જીવનમાં ગડબડી હોવા છતાં અનુપમા એક ખુશ ચહેરા સાથે જોવા મળશે. કંઇક આવું જ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં પણ જોવા મળશે. આ શોમાં જોવા મળશે કે ગોયનકા પરિવાર કાર્તિક અને સીરતની સગાઈ માટે બહાર જશે.


આ પણ વાંચો:- Randhir Kapoor ને ICU માં કરાયા શિફ્ટ, જાણો કેવી છે તેમની હેલ્થ સ્થિતિ


કોરોનાનો ફાટી નીકળ્યો છે તે જોતા સંપૂર્ણ સાવચેતી રાખવામાં આવી રહી છે. આ સિવાય, દેશભરમાં કોરોનાને ધ્યાનમાં રાખીને લોકો હોસ્પિટલમાં ઓક્સિજન અને બેડ મેળવી શકતા નથી. ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ લોકો માટે પલંગની વ્યવસ્થા કરી રહ્યા છે. અભિનેતા સોનુ સૂદનું નામ આ યાદીમાં ટોચ પર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube