Anupama પર તૂટ્યો દુ:ખોનો પહાડ, આ કારણથી ઘર-પરિવાર છોડી ભાગી અનુપમા?
રૂપાલી ગાંગુલી (Rupali Ganguly), મદલસા શર્મા (Madalsa Sharma) અને સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) સ્ટારર ફેમસ ટીવી સિરિયલ `અનુપમા` (Anupama) માં અનુપમા સામે દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે
નવી દિલ્હી: રૂપાલી ગાંગુલી (Rupali Ganguly), મદલસા શર્મા (Madalsa Sharma) અને સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) સ્ટારર ફેમસ ટીવી સિરિયલ 'અનુપમા' (Anupama) માં અનુપમા સામે દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. અનુપમાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. વનરાજ, કાવ્યા અને પુત્ર પરિતોષના ટોણાએ અનુપમાને તોડી નાંખી છે. તેને હવે દિવસ કે રાતનો ખ્યાલ નથી. અનુપમા આ મુશ્કેલ સમયમાં કંઈપણ સમજી શકતી નથી અને મોટું પગલું ભરશે. આ પગલું સમગ્ર શાહ પરિવારને હચમચાવી દેશે.
અનુપમા વિરૂદ્ધ થયું ઘર
અત્યાર સુધી તમે જોયું હશે કે અનુપમા (Anupama) હેરાન પરેશાન છે. આ દરમિયાન બાની તબિયત પણ સાથ આપી રહી નથી. તેમને પેનિક અટેક આવ્યો છે. વનરાજ (Sudhanshu Pandey) તેની માતાની સંભાળ રાખે છે. અનુપમા ઇચ્છે તો પણ બા પાસે જઇ શકતી નથી કારણ કે વનરાજ નથી ઇચ્છતો. આ મુશ્કેલ સમયમાં, દરેક વ્યક્તિએ તમામ જવાબદારી અનુપમાને સોંપી છે અને કોઈ તેને મદદ કરવા તૈયાર નથી. આવી સ્થિતિમાં અનુપમાને સમજાતું નથી કે લોકોની સમસ્યાઓ કેવી રીતે દૂર કરે. સાથે જ વનરાજ, કાવ્યા અને પરિતોષના ટોણા પણ ઓછા થતા નથી.
આ પણ વાંચો:- Astrology: તમારી હથેળી પર છે 'H' નું નિશાન? આ રહસ્ય જાણીને તમને થશે આશ્ચર્ય
કાવ્યાના ટોણાથી કંટાળી જશે અનુપમા
આવનારા એપિસોડમાં તમે જોશો કે કાવ્યા (Madalsa Sharma), અનુપમા (Anupama) સાથે ખરાબ રીતે વર્તન કરે છે. કાવ્યા અનુપમા વિશે ખરાબ બોલશે. એટલું જ નહીં, કાવ્યા અનુપમા માટે બેશરમ અને ગવાર જેવા શબ્દોનો ઉપયોગ કરશે. અનુપમા કાવ્યાને કોઈ જવાબ નહીં આપે, પણ આ બધાની અનુપમા પર ઘણી અસર પડશે અને તે સાવ ભાંગી જશે. કાવ્યાના શબ્દો સાંભળ્યા બાદ અનુપમા મોટું પગલું ભરીને ઘર છોડી દેશે. રડી રડીને અનુપમાની હાલતમાં ખરાબ થઈ જશે અને તે ખરાબ હાલતમાં રસ્તા પર નીકળી જશે. રાતના અંધારામાં તે સુમસામ રસ્તા પર એકલી ભટકશે.
આ પણ વાંચો:- Facebook Live કરી મહિલાએ દેખાડ્યો મોતનો ભયાનક નજારો, પૂરમાં ડબી જતા મહિલાનું મોત
રાખી કરશે અનુપમા સાથે સોદો
દરમિયાન, જો સમર રૂમમાં અનુપમાને (Anupama) જોવા જાય તો અનુપમાને બદલે ઓશીકું હશે, પણ સમરને આ અંગે કોઈ ખ્યાલ નહીં હોય અને અનુપમા સૂઈ રહી હોય એવું લાગશે. સમર રૂમ છોડીને તેની ભાભી કિંજલને કહેશે કે મમ્મી સૂઈ રહી છે. ઘર અને પરિવારને છોડીને જતી અનુપમા રસ્તા પર ચાલતી વખતે વિચારમાં ડૂબી જતી. દરમિયાન, અનુપમા એક વિચાર આવશે. અનુપમા તરત જ રાખીને ત્યાં પહોંચી જશે અને તેના પગે પડી જશે. તેનો ખોળો ફેલાવીને તે 40 લાખ રૂપિયા માટે રાખી પાસે મદદની ભીખ માંગશે. રાખી 40 લાખ રૂપિયા આપવા તૈયાર થઈ જશે, પરંતુ તે તેના માટે મોટો સોદો કરશે. અનુપમા સોદા માટે તૈયાર થઈ જશે. રાખી ડીલ ફાઈનલ કર્યા બાદ અનુપમાના ખાતામાં નાણાં ઓનલાઈન ટ્રાન્સફર કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube