નવી દિલ્હી: માલવિકાની અનુપમા સિરિયલમાં એન્ટ્રી થવાથી શોની કહાનીમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. પરંતુ આવનારા એપિસોડમાં અનુજ અને અનુપમાના લગ્નની વાત થશે. ખાસ વાત એ છે કે શોમાં માલવિકા અનુપમા સામે અનુજ સાથે લગ્નની વાત કરશે ત્યારબાદ અનુપમા માલવિકા સામે એક શરત મૂકશે. હવે જોવાનું એ રહેશે કે માલવિકા આ શરતને માનશે કે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનુપમા માલવિકા સામે મૂકશે શરત
માલવિકા અનુજને કહેશે કે તમે હજુ સુધી લગ્ન માટે અનુપમાને પ્રપોઝ કેમ કર્યું નથી? શોના આવનારા એપિસોડમાં જોવા મળશે કે અનુપમા ખુબ વિચાર્યા બાદ લગ્ન માટે માલવિકા સામે શરત મૂકશે. 


માલવિકા પાસે માંગશે વચન
અનુપમા માલવિકાને કહેશે કે તે તેને વચન આપે કે તે ક્યારેય તેના પરિવારને છોડીને જશે નહીં. જો આ વચન આપે તો તે અનુજ સાથે લગ્ન કરી શકે છે. માલવિકા આ શરત માનશે કે નહીં અને અનુજ-અનુપમાના લગ્ન થશે કે પછી નહીં તે આવનારા એપિસોડમાં જોવા મળશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube