COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્હી: રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, ગૌરવ ખન્ના, અને મદાલસા શર્મા સ્ટારર ટીવી શો અનુપમામાં હાલ ક્રિસમસની ધૂમ મચેલી છે. શાહ હાઉસમાં ક્રિસમસ પાર્ટી થવાની છે. પરંતુ આજના એપિસોડમાં આપણે જોઈશું કે આ પાર્ટી વચ્ચે અનુજનું એક એવું સત્ય સામે આવશે કે અનુપમાના પગ નીચેથી જમીન સરકી જશે. 


અનુજ-અનુપમાની રોમેન્ટિક મૂમેન્ટ
આજના એપિસોડમાં જોશો કે માલવિકા નારાજ થતા અનુપમા તેને મનાવીને પાછી લઈ આવે છે. આ માટે અનુજ તેનો આભાર માને છે. તે કહે છે કે આજે અનુપમાએ કઈક એવું કર્યું કે જે કદાચ માલવિકાની ભાભી કરત. જેના પર અનુપમા કહેશે કે માલવિકાએ પણ આમ જ કહ્યું હતું. ત્યારબાદ બંને શરમાઈને અલગ થઈ જશે. પરંતુ કદાચ અનુપમાને ખબર નથી કે હવે સૌથી મોટા રહસ્યનો પર્દાફાશ થવાનો છે. 


Taarak Mehta... શોને અલવિદા કરી દેશે 'જેઠાલાલ'? અભિનેતાએ શું કહ્યું તે ખાસ જાણો 


બાપુજી અને કાકા કરશે ભલામણ
આ પાર્ટીમાં વચ્ચે તક મળતાની સાથે જ બાપુજી અને ગોપીકાકા મળીને અનુપમાને વાત કરશે. તે કહેશે કે અનુપમા હવે અનુજને દિલ ખોલીને વાત કરે. કારણ કે યોગ્ય સમયની રાહ જોવામાં સમય વીતી રહ્યો છે. હવે બંનેએ પોતાના જીવનમાં સાથે રહેવાનો નિર્ણય કરવો જોઈએ. ત્યારબાદ અનુપમા પણ મન મનાવી લે છે કે તે અનુજને પ્રપોઝ કરીને તેને ક્રિસમસ સરપ્રાઈઝ આપશે. 


તોષુ માંગશે માફી
આ પાર્ટી વચ્ચે તોષુ અને માલવિકા અનુપમાને સરપ્રાઈઝ આપશે. માલવિકાના કહેવા પર તોષુ આગળ આવશે અને તેણે કરેલા ખરાબ કામો બદલ અનુપમાની માફી માંગશે. તે કહે છે કે આગળ પણ તે એ જ તોષુ બનીને રહેશે જને કિંજલે પ્રેમ કર્યો હતો. તે અનુપમાને પગે લાગશે અને પોતાની નવી જોબ અંગે પણ જણાવશે. 


નુસરત જહાંએ યશદાસ સાથેના પ્રેમ સંબંધ પર કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- હું ભાગી ગઈ હતી


ગેમ વચ્ચે થશે બ્લાસ્ટ
પાર્ટીમાં એક ગેમ રમાશે. જેમાં બધાએ આંખે પાટા બાંધીને કોઈના ગળામાં માળા નાખીને એક બીજા પાસે કઈક માંગવાનું છે. આવામાં અનુપમા અનુજને કહેશે કે તે તૈયાર રહે કારણ કે તે માળા તેના ગળામાં નાખીને કઈક માંગવાની છે. જેના જવાબમાં અનુજ કહેશે કે તે દિલ તો પહેલેથી જ આપી ચૂક્યો છે હવે અનુપમાને શું જોઈએ છે. 


અનુજ કરશે મોટો ઘટસ્ફોટ
બીજી બાજુ અનુજે પણ હવે માલવિકાને એવું સત્ય બતાવવાનું નક્કી કરી લીધુ છે જે કદાચ તેના સિવાય કોઈને ખબર નથી. અનુજ આ પાર્ટીમાં માલવિકાને જણાવશે કે કાપડિયા પરિવારની અસલ વારસદાર તે છે. કારણ કે અનુજ તેનો સગો ભાઈ નથી. અનુજ જણાવશે કે તેને માતાપિતાએ દત્તક લીધો હતો. 


સલમાન ખાન સાથે જેણે ધૂમ મચાવી હતી તે અભિનેત્રીની પુત્રી કરશે બોલીવુડ ડેબ્યૂ, ગજબની સુંદર છે, જુઓ Photos


આવામાં હવે વાર્તા વધુ મસાલેદાર બનવાની છે. કારણ કે જો અનુજ પાસે સંપત્તિ જ નહીં રહે તો તે રસ્તા પર આવી જશે. આવામાં વનરાજ ફરીથી પોતાનો અસલ રંગ દેખાડી શકે છે. જ્યારે અનુપમા હવે આ નવા અનુજને પ્રેમ કરશે કે નહીં. એવા અનેક સવાલોના જવાબ આપણને આવનારા દિવસોમાં જ જોવા મળી શકશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube