નવી દિલ્હી: લોકપ્રિય ટીવી સીરિયલ અનુપમા (Anupama)ની કહાનીના દરેક એપિસોડમાં લોકોને ભારે રસ પડી રહ્યો છે. લોકોને ઉત્સુકતા હોય છે કે આગામી એપિસોડમાં શું થશે? જેના કારણે ફિલ્મી અંદાજમાં સીરિયલ આગળ વધી રહી છે. અનુપમાની ભૂમિકા ભજવનાર રૂપાલી ગાંગુલી અને સુધાંશ પાંડે સ્ટાર આ સીરિયલમાં જલ્દીથી ઘણા ધમાકેદાર ટ્વિસ્ટ આવવાના બાકી છે. થોડાક દિવસો પહેલા અહેવાલ મળ્યા હતા કે સુધાંશુ પાંડેએ એક પોલિટિકલ ડ્રામા બેસ્ટ વેબ સીરિઝ સાઈન કરી છે. તેની સાથે એવી પણ અફવાહો ઉડવા લાગી હતી કે સુધાંશુ સીરિયલની વચ્ચે જ અનુપમાને ટાટા બાય બાય કહી દેશે. જોકે આવનારા દિવસોમાં મેકર્સ આ સીરિયલની કહાનીમાં એવા ટ્વિસ્ટ લાવનાર છે કે તમામ અફવાહો સાચી સાબિત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાવ્યાના કારણે રસ્તા પર આવશે તમામ
બીજી બાજુ કાવ્યા તમામને જણાવશે કે હવે શાહ હાઉસ તેના નામે થઈ ચૂક્યું છે. ત્યારે તેની સામે કોઈનું પણ ચાલશે નહીં. કાવ્યા શાહ હાઉસમાંથી એક એક કરીને તમામ લોકોને કાઢી મૂકશે. એવામાં વનરાજ ક્યાંયનો નહીં રહે.


વનરાજને આવશે હાર્ટ એટેક
અનુપમાના અપકમિંગ એપિસોડમાં દેખાડવામાં આવશે કે વનરાજની હાલત ખુબ જ ખરાબ થનાર છે. વનરાજને એવું લાગવા લાગશે કે, તેના ઘરમાં થઈ રહેલા ઝઘડાઓ માટે પોતે જવાબદાર છે. પરિસ્થિતિ બેકાબૂ થતાં જોઈને વનરાજ પરેશાન થઈ જશે અને તેના કારણે હાર્ટ એટેક આવશે. એક રિપોર્ટ અનુસાર માનીએ તો હાલના દિવસોમાં અનુપમાના સેટ પર આ ટ્રેકનું શુટિંગ ચાલી રહ્યું છે.


શું સુધાંશુ પાંડે છોડશે શો?
હવે એવામાં સવાલ એવો ઉઠે છે કે શું સુધાંશુ પાંડે હકીતમાં અનુપમા છોડી દેશે? શું મેકર્સ વનરાજના હાર્ટએટેકવાળો ટ્રેક એટલા માટે લઈને આવશે? કે જેથી શોમાંથી સુધાંશુ પાંડેની ભૂમિકાને સરળતાથી સીરિયલમાંથી કાઢી શકાય. જોકે હાલના સમયે સુધાંશુ પાંડે તરફથી આ વિશે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. એવામાં જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં સુધાંશુ પાંડેનો નિર્ણય શું હશે?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube