Anupama Upcoming Twist 26 April: રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર અનુપમા હાલના દિવસોમાં અનેક એવોર્ડ જીતી રહ્યો છે અને સાથે સાથે ટીઆરપીમાં પણ નંબર વન પર છે. જો કે શોમાં હાલ જે ટ્રેક છે તેમાં અનુજ અને અનુપમા સાથે નથી. જેને લઈને દર્શકોની નારાજગી વધી રહી છે. હાલમાં શોમાં જોવા મળ્યું કે અંકુશ અનુ અને અનુજને ભેગા કરવા માટે મથે છે. પરંતુ જ્યારે અનુપમા કેબિનમાં પગ મૂકે છે ત્યારે અનુજ ત્યાંથી જતો રહ્યો હોય છે. પરંતુ અનુપમાને વિશ્વાસ છે કે અનુજ જો તેના ઘર સુધી આવ્યો છે તો જલદી તેના જીવનમાં પણ પાછો ફરશે. જો કે ગૌરવ ખન્ના અભિનિત સિરિયલ અનુપમામાં આ ટ્વીસ્ટ અહીં જ પૂરો નથી થતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ષડયંત્ર રચશે બરખા અને માયા
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર અનુપમામાં જોવા મળશે કે બરખા માયાને ફોન પર જણાવશે કે અનુજ અને અનુપમા એકબીજાને મળી શક્યા નથી. બરખા માયાના દિમાગમાં ભરી દેશે કે અનુજ અનુપમાને એટલા માટે નથી મળ્યો કારણ કે તે હવે અનુપમાને પ્રેમ કરતો નથી અને તેને હવે માયા અને નાની અનુની આદત પડી ગઈ છે. બરખા માયાને સલાહ આપે છે કે અનુજ અનુપમામાં અંતર આવી ગયું છે હવે બસ તેમને અલગ કરવાના છે. 


અનુપમા સ્પોઈરનો વીડિયો


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube