Anupamaa Crew Member Died: રૂપાલી ગાંગુલીના શો 'Anupamaa'ને લઈને ચોંકાવનારા સમાચાર છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ શોના કેમેરા આસિસ્ટન્ટનું મોત ઈલેક્ટ્રીક શોકને કારણે થયું છે. તે સેટ પર ડ્યુટી પર હતો ત્યારે તેને વીજળીનો કરંટ લાગ્યો હતો. આ ઘટના મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટીમાં બની હતી. આ ઘટનાથી સૌ કોઈ ચોંકી ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

135 લોકોના મોતના આરોપી જયસુખની મોદક તુલા કરાઈ; પાટીદારોના કાર્યક્રમમાં થયો વિવાદ!


થઈ હતી શોર્ટ સર્કિટ
આ ઘટના પર 'ધ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ' (FWICE) એ પણ પ્રતિક્રિયા આપી છે. FWICE ના પ્રમુખે કહ્યું- 'તે સેટ પર કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થઈ ગયું અને તેનું મોત થઈ ગયું. તેણે વાયરને સ્પર્શ કર્યો જેના કારણે તેણે જીવ ગુમાવ્યો. તેણે કહ્યું કે તે કામ પર નવો હતો અને તેથી સેટ પર ઘણા લોકોને ઓળખતો નહોતો. ફેડરેશને તેના નિવેદનમાં ખાતરી આપી છે કે તેઓ મૃતકોના પરિવારના સભ્યોને વળતર આપશે.


ઠંડીથી હરખાતા નહીં! ખાડીમાં ઉભું છે તોફાન, આ વાવાઝોડું ફરી ગુજરાતના વાતાવરણને કરશે..


શોની ઘટી રહી છે ટીઆરપી 
'અનુપમા' શો હાલના દિવસોમાં ઘણા કારણોસર ચર્ચામાં છે. ગત દિવસોમાં આ શોના ઘણા સિતારાઓએ શો છોડી દીધો છે, જેના માટે ઘણા લોકોએ રૂપાલી ગાંગુલીને જવાબદાર ઠેરવી હતી. તેની સાવકી દીકરીએ પણ તેમના પર આરોપ લગાવ્યા. આ બધાની વચ્ચે 'અનુપમા' શોની ટીઆરપી ઘટી છે. આ શો નંબર વનથી નંબર 2 પર આવ્યો છે.


દીકરાની વહુ સાથે અફેર હતું, પણ સાસુ સાથે થઈ ગયો કાંડ, પતિની સામે જ આશિકે...


TRP પર શું કહ્યું સુંધાશુ પાંડેએ?
ટીઆરપી ઘટવાને કારણે શો છોડનાર વનરાજ શાહ એટલે કે સુધાંશુ પાંડેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું- 'આ શો 4 વર્ષ સુધી નંબર 1 પર રહ્યો. ડેઈલી શો માટે નંબર વન પર રહેવું સરળ નથી. આ સિવાય તે થોડું નીચે જઈ રહ્યું છે તેથી મને લાગે છે કે તે ઠીક છે. કારણ કે કોઈપણ શો માટે સતત નંબર વન પર રહેવું અમાનવીય છે.