Anupamaa Promo: 20 લાખ ટેક્સ ચૂકવવા માટે અનુપમા કરશે એવું કામ...વિચાર્યું પણ નહીં હોય, જુઓ Video
રૂપાલી ગાંગુલી સ્ટારર ટીવી સિરિયલ અનુપમામાં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. હાલમાં જ દેખાડવામાં આવ્યું હતું કે અનુપમા અને વનરાજે ફેક્ટરીની જમીન માટે 20 લાખ રૂપિયા ટેક્સ ચૂકવવાનો છે.
નવી દિલ્હી: રૂપાલી ગાંગુલી સ્ટારર ટીવી સિરિયલ અનુપમામાં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. હાલમાં જ દેખાડવામાં આવ્યું હતું કે અનુપમા અને વનરાજે ફેક્ટરીની જમીન માટે 20 લાખ રૂપિયા ટેક્સ ચૂકવવાનો છે. અનુપમાની સાથે સાથે આખો પરિવાર ખુબ જ પરેશાન છે કે આખરે આટલા રૂપિયા આવશે ક્યાંથી?
હવે મેકર્સે આ સિરિયલનો એક નવો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં અનુપમા પોતાના ઘરેણા ધ્યાનથી જુએ છે અને તેને પેક કરી રહી છે. આવનારા દિવસોમાં લાગે છે કે અનુપમા જ તેના પરિવારની સૌથી મોટી ચિંતા દૂર કરશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube