નાના પડદે ધમાલ મચાવી રહેલા અનુપમા શોમાં હાલ અનેક ઉથલપાથલ જોવા મળી રહી છે. એક બાજુ જ્યાં અનુપમા અને અનુજના લગ્નનો ટ્રેક  ચાલી રહ્યો છે ત્યાં બીજી બાજુ બાપુજીની તબિયત ખરાબ જોવા મળી રહી છે. વનરાજ પણ બાળકોને અનુજની નજીક જતા જોઈને બળીને ખાખ થઈ ગયેલો બતાવ્યો છે. તો બીજી બાજુ હંમેશા કાવાદાવા કરતી કાવ્યા એકદમ પોઝિટિવ જોવા મળી રહી છે. જબરદસ્ત ડ્રામા હોવા છતાં આ બધા વચ્ચે કઈક એવું શોમાં ચાલી રહ્યું છે કે દર્શકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે જેની અસર અનુપમાના ટીઆરપી રેટિંગ ઉપર પણ પડી રહી છે. એવી અફવાઓ પણ ઉડી રહી છે કે અનુપમા શો જલદી ઓફ એર થઈ શકે છે. સોશિયલ મીડિયામાં જે રીતે દર્શકો અનુપમા શો માટે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તેને જોતા આ પ્રકારની અફવાઓ ઉડી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખરે શું છે મામલો
વાત જાણે એમ છે કે અનુપમામાં જે રીતે અનુજ અને અનુપમાના લગ્નનો ટ્રેક ચાલી રહ્યો છે તે તો દર્શકોને દમદાર લાગે છે પરંતુ વનરાજના ગુસ્સાને એટલું પ્રાધાન્ય અપાયું છે તેને જોઈને દર્શકોને લ્હાય લાગી છે. દર્શકો લાગે છે કે અનુજ અને અનુપમાના લગ્નને કોઈ પણ માથાકૂટ વગર એન્જોય  કરવા માંગે છે પરંતુ વનરાજનું અધિપત્ય જોઈને અકળાયા છે. આ કારણે સોશિયલ મીડિયા પર #StopRuiningAnupama હેશટેગ પણ વાયરલ થયો અને શોના મેકર્સને દર્શકો સંદેશો આપવા લાગ્યા કે આ રીતે વનરાજના ગુસ્સા પર ફોકસ કરીને મેકર્સ શો બરબાદ કરી રહ્યા છે. દર્શકોની આ નારાજગી મેકર્સ માટે લાલબત્તી સમાન કહી શકાય કારણ કે આ ગુસ્સો ટીઆરપી ઉપર પણ પડ્યો અને શો પહેલા નંબરેથી નીચે સરકી ગયો. જેને કારે અનેક મીડિયા રિપોર્ટ્સમાં શો બંધ થવાની અટકળો થઈ રહી હતી.