Anupamaa Spoiler Alert: અનુપમાની નવી શરૂઆતની સાથે આવ્યું વિઘ્ન, ગાયબ થશે અનુજ
Anupama AAj Ka Episode: અનુપમાનો લેટેસ્ટ એપિસોડ જોશો તો પાખી વનરાજની હરકતોથી ગુસ્સે થઈ જશે. અનુપમા ગમના અંધારામાંથી બહાર નિકળશે અને તેની જિંદગીની નવી શરૂઆત થશે. અનુજ પોતાના મિત્રના ઘરે જશે.
Anupamaa Spoiler Alert : અનુપમા સીરિયલમાં ટ્રેક અનુપમાની નવી વાર્તા તરફ આગળ વધી રહ્યો છે. અનુજના અલગ થવાથી દુ:ખી અનુપમા પણ જીવવાની આશા ગુમાવે છે. તેની માતા કાંતા તેને કંઈક એવું બતાવે છે જેની તેના પર ઊંડી અસર પડે છે. કાન્તા અનુપમાને એવા લોકો સાથે પરિચય કરાવે છે જેઓ મૃત્યુ સામે લડી રહ્યા છે અને જીવવા માંગે છે. ત્યાં જઈને અનુપમાનું મન મજબૂત થઈ જાય છે. અનુપમાના જીવનમાં આગલો દિવસ એક નવી સવાર તરીકે આવે છે અને તે નવેસરથી જીવન શરૂ કરવા માટે મક્કમ છે. જોકે અનુપમાનું જીવન આટલું સરળ કેવી રીતે બની શકે. ઘરની બહાર પહેલું પગલું ભરતાની સાથે જ તેને અવરોધોનો સામનો કરવો પડશે.
શાહ પરિવારમાં વિવાદ
શાહ પરિવારના ઘરના સભ્યો અનુપમાને લઈને બે ભાગમાં વહેંચાયેલા છે. પાખી તેના પિતા વનરાજથી નારાજ છે. અનુજ અને અનુપમાના છૂટાછેડાથી તે ખુશ થઈને તકનો લાભ લેતો જણાય છે. પાખી આ વાત કિંજલને કહે છે અને તે પણ સંમત થાય છે. જ્યારે તોશુ ત્યાં પહોંચે છે ત્યારે બંને વનરાજની હરકતોને શાપ આપે છે. પાખી કહે છે કે બરખા, અંકુશ, વનરાજ બધા અનુજ-અનુપમાના અલગ થવામાં પોતાનો ફાયદો શોધી રહ્યા છે. તોશુ વનરાજનો પક્ષ લે છે અને કહે છે કે જો તે અનુપમાને ટેકો આપવા માંગે છે તો ખોટું શું છે.
આ પણ વાંચોઃ Akshay Kumar અને રવિના ટંડનના બ્રેકઅપ અંગે મોટો ખુલાસો, જાણીને લાગશે નવાઈ
બધાથી છુપાઈ ગયો અનુજ
આ વચ્ચે અનુજ માયાનું ઘર છોડીને મુંબઈમાં પોતાના મિત્રને ત્યાં રહેવા જાય છે. અનુજનો મિત્ર તેને સમજાવવાનો પ્રયાસ કરે છે પરંતુ અનુજ તે માનવા તૈયાર નથી. તે પોતાના મિત્રને વિનંતી કરે છે કે અનુપમા કે કોઈ અન્યને ન જણાવે કે તે ક્યાં રહે છે. તેના પર અનુજનો મિત્ર તેનો સાથ આપવાનું વચન આપે છે.
આ પણ વાંચોઃ Adipurush ફિલ્મના પ્રોડ્યુસર, ડાયરેક્ટર વિરુદ્ધ FIR, જનોઈ અને સિંદૂરને લઈ વિવાદ
અનુપમાની નવી શરૂઆત
કાંતા અનુજને દર્દીઓ સાથે મુલાકાત કરાવી તેની જિંદગીની કિંમત સમજાવે છે. અનુપમા પર તે વાતની અસર થાય છે. બીજા દિવસે સવારે ઉઠીને તુલસીની પૂજા કરે છે. ઈશ્વરનો આભાર માને છે કે આ અંધારામાંથી બહાર આવી. ત્યારબાદ ખુદને વચન આપે છે કે તે આરામથી જિંદગી જીવશે. અનુપમાન પહેલા દિવસે ઘરની બહાર આવે છે તો તેણે દુનિયાના મેણાટોંણાનો સામનો કરવો પડે છે. તેનો ભાઈ અને માતા તેને બહાર જતી જોઈને ખુશ થાય છે. ત્યારે આસપાસની મહિલાઓ અનુપમાના બીજા લગ્ન તૂટવા પર તેને સંભળાવે છે. અનુપમા તેનો વળતો જવાબ આપશે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube