નવી દિલ્હીઃ ટીવી સીરિયલ 'અનુપમા' (TV Serial Anupamaa) માં આ દિવસોમાં કાવ્યા અને વનરાજ (Kavya Vanraj Wedding) ના લગ્નનો ટ્રેક ચાલી રહ્યો છે. આ લગ્નને લઈને કાવ્યા જેટલી ઉત્સાહી છે વનરાજ એટલો નથી. હવે વનરાજ એવું પગલુ ભરવાનો છે કે કાવ્યા ચોંકી જવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્નના મંડપમાંથી ગાયબ થયો વનરાજ
રૂપા ગાંગુલી સ્ટારર સીરિયલ અનુપમા (Anuapamaa) ના અપકમિંગ એપિસોડમાં ખુબ હંગામો થવાનો છે. કાવ્યા પોતાના લગ્નના દિવસે ખુબ ઉત્સાહમાં રહેશે અને પંડિતજી લગ્નની વિધિ પૂરી કરવા માટે 4 વાગ્યાનું મુહૂર્ત કાઢશે. કાવ્યા ચાર કલાકે લગ્ન મંડપ પર પહોંચી જશે. ત્યાં પહોંચતા તેના હોંશ ઉડી જશે. લગ્નના મંડપ પર તેના અને રાખી સિવાય કોઈ હશે નહીં. રાખી કાવ્યાને કંઇક કહેશે અને કાવ્યા ગુસ્સાથી વનરાજને શોધવા લાગશે. 


આ પણ વાંચોઃ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના ચાહકોને લાગશે જબરદસ્ત મોટો આંચકો, આ અભિનેતાની ધરપકડ


કાવ્યાને મળશે નહીં વનરાજ
કાવ્યા વનરાજ  (Kavya Vanraj) ને દરેક જગ્યાએ શોધશે પણ તેને મળશે નહીં. ગુસ્સે થયેલી કાવ્યા વનરાજના પરિવારજનોને સંભળાવશે. ત્યારબાદ બા પણ કાવ્યા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરશે. અનુપમા પહેલાથી ડો. અદ્વૈત સાથે બહાર જતી રહેશે જેથી તે કાવ્યા અને વનરાજના લગ્નથી દૂર રહી શકે. 


અનુપમાએ આપી ધમકી
લગ્ન મંડપ પર રોષે ભરાયેલી કાવ્યા વનરાજને વારંવાર ફોન કરશે પણ તે ફોન રિસીવ કરશે નહીં. તેવામાં કાવ્યા અનુપમાને ફોન કરી ધમકી આપવાનું શરૂ કરશે. કાવ્યા ખુબ તમાશો કરશે અને અનુપમાના પુત્ર પર હાથ ઉઠાવશે. અનુપમા આ બધુ સહન કરશે નહીં અને કાવ્યાને લગ્નનો મંડપ ઉખાડી ફેંકી દેવાની વાત કહેશે. અનુપમાનો ગુસ્સો જોઈ બધા ચોંકી જવાના છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube