નવી દિલ્હી: ટીઆરપી લિસ્ટમાં અનુપમાએ ફરીથી નંબર વન પર જગ્યા બનાવી લીધી છે. શોમાં સતત એવા એવા ટ્વિસ્ટ આવી રહ્યા છે કે દર્શકો આ સિરીયલ જોવાનું છોડી શકતા જ નથી. કાવ્યા અને વનરાજના લગ્ન થઈ ગયા પરંતુ ડ્રામા હજુ પણ ચરમસીમાએ છે. હવે અનુપમામાં શું થશે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી તમે જોયુ કે વનરાજ અને કાવ્યાના લગ્ન થઈ ગયા છે. લગ્ન બાદ શોમાં બાબૂજીની પણ એન્ટ્રી થઈ જાય છે. બાએ કાવ્યાને પોતાની વહુ માનવાની ના પાડી દીધી. આવનારા એપિસોડમાં તમને જોવા મળશે કે કાવ્યા લગ્ન બાદ અનુપમાને ટોણો મારશે જેનો જવાબ અનુપમા જબરદસ્ત આપશે. કાવ્યા ઘરવાળાની માફી માંગશે પણ આમ છતાં બા કાવ્યાનો ગૃહ પ્રવેશ કરાવવાની ના પાડી દેશે. આવામાં કાવ્યા પોતાની જાતે જ ગૃહ પ્રવેશ કરવાનું નક્કી કરી લેશે. વનરાજ સાથે ઘરમાં ડગલું માંડીને બધાના આશીર્વાદ લેશે. 


ઘરવાળા વનરાજને છોડીને જતા રહેશે
બધા ઘરવાળા અનુપમા સાથે રહેવાનું નક્કી કરે છે અને વનરાજ અને કાવ્યાને છોડીને જતા રહેશે. જ્યારે કાવ્યા વનરાજને ભરોસો અપાવવાની કોશિશ કરે છે કે તે બધા ઘરવાળાને પાછા લઈ આવશે. વનરાજ ગુસ્સામાં કાવ્યાને ખુબ સંભળાવશે. વનરાજ કાવ્યાને કહેશે કે તેણે તેના પરિવાર સાથે કેવી રીતે વર્તવું અને વાત કરવી તે શીખવાની જરૂર છે. કાવ્યા સતત તેને મનાવવાની કોશિશ કરતી રહેશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube