Anupama Upcoming 5 Major Twist: રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનિત અનુપમા હાલ ખુબ ચર્ચામાં છે. શોમાં અનુપમા અને અનુજના જીવનમાં બબાલ ખતમ થવાનું નામ જ નથી લેતી. મેકર્સે પણ પોતાની જિદ આગળ અનુપમા અને અનુજને હાલ તો અલગ કરી  દીધા છે અને તેની અસર ટીઆરપી ઉપર પણ જોવા મળી રહી છે. કારણ કે છેલ્લા કેટલાક સપ્તાહથી શોની ટીઆરપી ઘટી રહી છે. પરંતુ મેકર્સ એમ કઈ હાર માને  ખરા. તેઓ રૂપાલી ગાંગુલી અભિનિત આ શોમાં અનેક એવા ટ્વિસ્ટ લાવવાના છે જેનાથી જબરદસ્ત ટીઆરપી ઉછળે તેવી આશા સેવાઈ રહી છે. જાણો કયા ટ્વિસ્ટ આવનારા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાન્સ ક્લાસથી પૈસા કમાશે અનુપમા
અનુપમામાં જોવા મળશે કે હવે તે ડાન્સ ક્લાસ શરૂ કરી ચૂકી છે. જેમાં એક બાળકીએ પણ પ્રવેશ લીધો છે. જોત જોતામાં તો અનુપમાના ડાન્સ ક્લાસમાં બાળકીઓની લાઈન લાગશે. જેનાથી તેની ડાન્સ એકેડેમી સફળ થશે અને તે પોતે પણ પૈસામાં આળોટશે. 


છૂત-અછૂત સામે જંગ લડશે અનુપમા
અનુપમામાં જલદી એવો ટર્ન જોવા મળશે કે તે એક સામાજિક બદી વિરુદ્ધ જંગ લડશે. હકીકતમાં શોમાં એન્ટ્રી મારનારી માહી સોની બીજી જાતિથી હશે. આવામાં તેના ડાન્સ એકેડેમીમાં આવવાથી બીજા બાળકોના માતા પિતા સવાલ ઊભા  કરશે. જેને લઈને અનુપમા તે લોકો સામે લડશે અને છૂત અછૂત સામે પોતાનો અવાજ ઉઠાવશે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by anupama (@anupamaa.2023)


અમદાવાદ પરત ફરશે અનુજ
અનુપમાનો પ્રોમો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે અનુજ અમદાવાદ આવે છે અને અનુપમાને જોવા માટે કાન્તાબેનના ઘરે પણ જાય છે. ત્યાં તે અનુપમાને બાળકો સાથે ડાન્સ કરતા જોઈને ખુબ ખુશ થાય છે. અનુપમાને પણ અહેસાસ થાય છે કે અનુજ તેની આજુબાજુ જ છે. 


અનુજ અને અનુપમાનો મિલાપ કરાવશે અંકુશ
અનુજ અને અનુપમા વચ્ચે અંતર વધી રહ્યું છે. જ્યાં પહેલા અંકુશે અનુજને ફોન કરીને અમદાવાદ બોલાવ્યો ત્યાં બીજી બાજુ અનુપમાને પણ તે ઘરે બોલાવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે અંકુશ અનુપમા અને અનુજને એક કરવામાં મદદ કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ આવેલા અનુજ સાથે અનુપમાનું કાયમી મિલન થશે કે પછી બંને છેલ્લી વખત મળીને છૂટા પડશે?


બરખા અને માયાનું તિકડમ
અનુપમામાં મનોરંજનનો આ ડોઝ અહીં જ પૂરો નથી  થતો, શોમાં જોવા મળશે કે બરખા માયાને કહેશે કે તે હાર માનવાની નથી ને અનુપમા તથા અનુજ વચ્ચે ક્યારેય અંતર મીટવા દેશે નહીં. શોમાં આગળ એવું પણ જોવા મળી શકે છે કે બરખા અનુપમાને પ્રોપર્ટી પેપર્સ પર સાઈન કરવાનું પણ કહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube