નવી દિલ્હીઃ ટીવી સીરિયલ અનુપમામાં દરેક નવા એપિસોડની સાથે ટ્વિસ્ટ જોવા મળી રહ્યાં છે. સીરિયલ એક છે અને તેમાં અલગ-અલગ એક સાથે ઘણી કહાનીઓ દેખાડવામાં આવે છે અને ખાસ વાત છે કે બધાના જીવનમાં દુખ પણ એક સાથે આવી રહ્યું છે. સીરિયલના પાછલા એપિસોડમાં જોવામાં આવ્યું કે અનુજને લગ્નમાં સામેલ કરવા માટે ડિંપલ શાહ પરિવાર સાથે લડે છે અને તેનો અંત તેના પર થાય છે કે ડિંપલ અને સમરના લગ્ન થશે નહીં. પરંતુ અનુપમાના આવનારા એપિસોડમાં જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળશે. 


અનુપમાનો અપકમિંગ એપિસોડ
અનુપમાની કહાનીમાં મુખ્ય પાત્ર નિભાવનાર રૂપાલી ગાંગુલીનો પાછલા દિવસોમાં એક ડાયલોગ ખુબ વાયરલ થયો હતો, તેમાં તેણે વનરાજને ઘણું સંભળાવ્યા બાદ કહ્યું હતું- તમારે શું. આવી ઘટના દર્શકોને આવનારા એપિસોડમાં જોવા મળશે. સીરિયલના અપકમિંગ એપિસોડમાં દેખાડવામાં આવશે કે અનુપમા ગુસ્સામાં સમરની સાથે શાહ હાઉસ જાય છે અને વનરાજ સાથે કોઈ શેરનીની જેમ લડે છે. જ્યારે વનરાજ, અનુપમાની સામે અનુજનું ખરાબ બોલે છે તો અનુપમા ભડકી ઉઠે છે અને અનુજની પ્રશંસા કરે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube