દીકરીએ પૂછ્યો સેક્સ અને વર્જિનિટી વિશે સવાલ કર્યો, અને સિંગલ પિતાએ આપ્યો એવો જવાબ કે...
સામાન્ય રીતે સેક્સ, ફિઝીકલ ઈન્ટીમસી અને રિલેશનશિપ જેવા મુદ્દાઓ પર બાળકો માતાપિતા સાથે ખુલીને વાત કરતા નથી. પરંતુ પોતાના બિન્દાસ નિવેદનબાજી માટે ફેમસ ડિરેક્ટર અનુરાગ કશ્યપે પોતાની દીકરીએ જાહેરમાં પૂછેલા આ સવાલનો જવાબ આપ્યો
ઝી મીડિયા/બ્યૂરો :અનુરાપ કશ્યપ પોતાના સ્પેશિયલ સિનેમા માટે પ્રખ્યાત છે. જેમાં બોલ્ડ વિષયો પરની સ્ટોરી હોય છે. શૈતાન, ઉડતા પંજાબ, દેવ ડી જેવી ફિલ્મોથી તેમના પ્રેક્ટિકલ પ્લોટ્સ અને પાત્રો ચર્ચામાં રહે છે. અનુરાગ કશ્યપ (Anurag Kashyap) પોતાની અંગત લાઈફમાં પ્રેક્ટિકલ અને ખુલ્લા વિચારોના છે. કરિયરની સાથે અનુરાગ કશ્યપ સિંગલ પિતાનો રોલ પણ ભજવે છે. તેઓ એકલા જ દીકરી આલિયા કશ્યપ (Aaliyah Kashyap) ની સંભાળ રાખે છે. સિંગલ પેરેન્ટ તરીકે તેઓ માતા અને પિતા બંનેની ફરજ બજાવે છે.
દીકરીએ સૌથી મુશ્કેલ સવાલ પિતાને પૂછ્યો
ફિલ્મમેકર અનુરાગ કશ્યપની દીકરી આલિયા હવે 20 વર્ષની થઈ ગઈ છે. હાલમાં જ ફાધર્સ ડે પર આલિયાએ યુટ્યુબ ચેલન પર એક લાઈવ સેશન કર્યું હતું. જેનુ ટાઈટલ હતું ‘આસ્કીંગ માય ડેડ ઓક્વર્ડ ક્વેશન...’ આ સેશનમાં આલિયાએ પોતાના પિતા અનુરાગ કશ્યપને અજીબોગરીબ પ્રશ્ન પૂછ્યા હતા. સેશનમાં આલિયાએ પિતાને સવાલ કર્યા અને તેના જવાબ તેમની પાસેથી માંગ્યા. જેમાં એક સવાલ હતો કે, પ્રીમેરિટલ સેક્સ અને લગ્ન કરતા પહેલા પ્રેગનેન્સી વિશે. સામાન્ય રીતે સેક્સ, ફિઝીકલ ઈન્ટીમસી અને રિલેશનશિપ જેવા મુદ્દાઓ પર પોતાની દીકરી સાથે વાત કરતા માતાપિતા અસહજતા અનુભવે છે. પરંતુ ફેમસ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે આ સવાલ ટાળવાને બદલે તેનો જવાબ આપ્યો.
લગ્ન પહેલા સેક્સ
આલિયાએ પિતા કશ્યપને આ વીડિયોમાં પૂછ્યું કે, જો લગ્ન પહેલા હું પ્રેગનેન્ટ થઈ તો શું. જ્યારે અનુરાગ કશ્યપને દીકરીએ પૂછ્યું કે, જો આલિયા અને તેના બોયફ્રેન્ડ વચ્ચે ફિઝીકલ ઈન્ટીમસી વધે છે તો તેમનુ રિએક્શન શુ હશે. અનુરાગ કશ્યપે તેનો જવાબ આપ્યો કે, વયસ્ક થયા બાદ પણ લોકો પોતાની જિંદગીના નિર્ણય જાતે લે છે અને તેની જવાબદારી ઉઠાવે છે. પરંતુ આ નિર્ણય પર હું ચિંતામુક્ત અનુભવીશ. હું ઈચ્છીશ કે તે સેફ રહે અને હું એમ પણ કહીશ કે જ્યારે જરૂર પડે તો મને કોલ કરવો.