નવી દિલ્હી: આવકવેરા વિભાગના દરોડાના ત્રણ દિવસ બાદ તાપસી પન્નૂ (Taapsee Pannu) અને અનુરાગ કશ્યપ સોશિયલ મીડિયા પર એક્ટિવ થયા છે. શનિવાર સવારે તાપસીએ એક બાદ એક ટ્વીટ કરી કંગના પર નિશાન સાધ્યું હતું. હવે અનુરાગ કશ્યપે (Anurag Kashyap) એક તસવીર શરે કરી લોકોને ફરી ચોંકાવ્યા છે.


તાપસીના ખોળામાં બેઠા જોવા મળ્યા અનુરાગ
આઇટી રેડના ત્રણ દિવસ બાદ તાપસી પન્નૂએ (Taapsee Pannu) મૌન તોડતા ત્રણ ટ્વીટ્સ કર્યા અને હવે અનુરાગ કશ્યપનું (Anurag Kashyap) રિએક્શન પણ સામે આવ્યું છે. અનુરાગે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Anurag Kashyap Instagram) પર એક તસવીર શરે કરી છે. જેમાં તેઓ ફરી એકવાર તાપસીના ખોળામાં બેઠા જોવા મળ્યા અને V એટલે કે વિક્ટ્રીની સાઈન બનાવતા જોવા મળી રહ્યા છે. અનુરાગે આ ફોટોની (Anurag Kashyap Pic) સાથે કેપ્શનમાં લખ્યું, 'અને અમે #DoBaara રીસ્ટાર્ટ કરી રહ્યા છીએ. અમારા હેટર્સને અમારા તરફથી ઘણો બધો પ્રેમ.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube