નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની પુત્રીનું નામ 'વામિકા (Vamika)' રાખવામાં આવ્યું છે. વિરાટની પત્ની બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ સોમવારે સોમવારે એક તસવીર શેર કરી જેમાં તેની પુત્રી પણ જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનુષ્કાએ જે ફોટો શેર કર્યો, તેમાં તે અને વિરાટ, બન્ને પોતાની પુત્રીને જોઈ હસી રહ્યા છે. આ કેપ્શનમાં તેણે પોતાની પુત્રીનું નામ પર જણાવ્યું છે. 


લીક થયો મેસીનો FCB સાથેનો કોન્ટ્રાક્ટ, અરબોનો છે કોન્ટ્રાક્ટ

આ છે વામિકાનો અર્થ
વિરાટ-અનુષ્કા (Virat-Anushka) ની પુત્રીનું નામ વામિકા છે, એટલે કે દેવી દુર્ગા. વામિકા  (Vamika), માતા દુર્ગાનું રૂપ કહેવામાં આવે છે. હકીકતમાં આ ખાસ રીતે ભગવાન શિવની સાથી એટલે કે જીવનસંગિની માટે પ્રયોગ થાય છે. કહેવામાં આવે છે કે ભગવાન શિવની ડાબી બાજુ ઉભે છે તે વામિકા છે. હિંદુ ધર્મમાં ડાબી બાજુ જીવનસંગિની ઉભી રહે છે. 


વિરાટે પોતાની ફેન્સની સાથે આ ખુશખબર શેર કરી હતી. પાછલા મહિને ક્રિકેટ અને મનોરંજનની દુનિયામાં તે સમયે ખુશીની લહેર જોવા મળી, જ્યારે વિરાટ અને અનુષ્કાના ઘરે પુત્રી જન્મના સમાચાર મળ્યા હતા. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ વિરુષ્કાને શુભેચ્છા આપી હતી. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube