Anushka Sharma Photo: અનુષ્કા શર્માએ તેના ઈંસ્ટાગ્રામ પર ઘણા લાંબા સમય પછી પોસ્ટ શેર કરી છે. દીકરા અકાઈના જન્મ પછી પહેલી વખત અનુષ્કા શર્માએ પોતાનો ફોટો શેર કર્યો છે. આ ફોટો જૂનો છે કે તાજેતરનો તે વાતની તો પુષ્ટિ નથી થઈ પરંતુ ઘણા સમય પછી અનુષ્કાના ઇન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શેર થતા તેના ચાહકોના રિએક્શન સામે આવવા લાગ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાંબા સમય પછી અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. 28 માર્ચે અનુષ્કાએ પોતાનો એક ફોટો શેર કર્યો છે જે વાયરલ થવા લાગ્યો છે. આ ફોટોમાં તે ખૂબ જ સુંદર અને એટ્રેક્ટિવ દેખાઈ રહી છે.


આ પણ વાંચો: Bade Miyan Chote Miyan ફિલ્મનું trailer જોઈ સલમાન ખાને કરી આવી કોમેન્ટ, વાંચો તમે પણ


અનુષ્કા શર્માનો આ ફોટો એક એડ માટેનો છે. જેને જોઈને કહી શકાય છે કે દીકરાના જન્મ પછી અનુષ્કા શર્મા ફરીથી કામ પર એક્ટિવ થઈ ગઈ છે. દીકરાના જન્મ પછી આ પહેલું વિજ્ઞાપન હશે. અનુષ્કા શર્મા બ્લુ જીન્સ અને વાઈટ શર્ટમાં જોવા મળે છે. 


આ પણ વાંચો: આ ફિલ્મે 18 વર્ષ પહેલાં કરી હતી 1000 થી વધુની કરોડ, આ OTT પ્લેટફોર્મ પર જોવા મળશે


અનુષ્કા શર્માની આ પોસ્ટ પર તેના ચાહકો અઢળક કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે તેમને સ્ટેડિયમમાં મિસ કરે છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે અનુષ્કા શર્માને જોઈને વિશ્વાસ નથી થતો કે તે બે બાળકોની માતા છે. કેટલાક લોકોએ કોમેન્ટમાં અકાઇની મમ્મી કહીને અનુષ્કાને સંબોધન કર્યું છે.



અનુષ્કા શર્માએ 20 ફેબ્રુઆરી 2024 ના રોજ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે. 15 ફેબ્રુઆરીએ વિરાટ કોહલી અને અનુષ્કા બીજી વખત માતા-પિતા બન્યા અને વામિકાના ભાઈનો જન્મ થયો. અનુષ્કા શર્માની ડીલીવરી લંડનમાં થઈ છે.