નવી દિલ્હીઃ અનુષ્કા શર્મા  (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli)ના ઘરે સોમવારે એક નાની પરી આવી છે. વિરાટ અને અનુષ્કા માતા-પિતા બની ગયા છે. આ ખુશખબરી વિરાટે ખુદ ફેન્સ સાથે શેર કરી છે. હવે અનુષ્કાની પુત્રીની પ્રથમ તસવીર સામે આવી છે. વિરાટ કોહલીના મોટા ભાઈ વિશાલ કોહલીએ બેબી ગર્લનો જીઆીએફ વીડિયો શેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટના ભાઈએ શેર કરી GIF
આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલીના ભાઈએ ખુદ તેનો જીઆઈએફ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમાં બેબી ગર્લના પગ નજર આવી રહ્યાં છે. આ પોસ્ટને શેર કરતા તેના ભાઈએ કહ્યું, 'ઘરમાં એન્જલ.'


NSEએ જબરો લોચો માર્યો, આ અભિનેત્રીના એકદમ હોટ PHOTOS શેર કરી દીધા


લોકો આપી રહ્યાં છે શુભેચ્છાઓ
આ સમાચાર સામે આવ્યા બાદ શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે. ફેન્સથી લઈને ક્રિકેટર અને બોલીવુડ સેલિબ્રિટી અનુષ્કા-વિરાટને શુભકામનાઓ આપી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર ખુશીની લહેર છે. ફેન્સ સતત વિરૂષ્કા, વિરાટ કોહલી અને અનુષ્કા ટ્રેન્ડ કરાવી રહ્યાં છે. લોકો બંન્નેના આવનાર બાળકની રાહ જોઈ રહ્યાં હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube