Anushka Sharma Second Baby: બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઘણી વખત ચર્ચામાં રહે છે. તેવામાં છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ છે કે અનુષ્કા શર્મા ફરી એક વખત માં બનવાની છે. તેના અલગ અલગ વિડીયો અને ફોટો પણ વાયરલ થયા હતા જેમાં તેનું બેબી બમ્પ દેખાતું હતું. પરંતુ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ આજ સુધી આ અંગે કોઈ જ જાણકારી આપી નથી પરંતુ હવે ક્રિકેટની દુનિયાના જ એક ખેલાડીએ એ વાત કન્ફર્મ કરી દીધી છે કે અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે અને ટૂંક સમયમાં જ તેના ઘરે બીજા બાળકનો જન્મ થવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: કોઈએ નોટિસ ન કરી પણ મન્નારા ચોપડા પ્રિયંકા સાથે કરી ચુકી છે કામ, વાયરલ થયો આ Video


એબી ડી વિલિયર્સ નો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના બીજા બાળકના જન્મ અંગે જાણકારી આપતો જોવા મળે છે. તેને જણાવ્યું હતું કે આ કપલ ટૂંક સમયમાં જ પોતાના બીજા બાળકને વેલકમ કરશે. હાલ બંને પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. આ વાત કન્ફર્મ થતા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ચાહકો પણ ખુશ ખુશાલ છે કારણ કે આ જોડી લોકોને પણ પસંદ છે.


આ પણ વાંચો: આર્યા 3, ભક્ષક સહિતની આ ફિલ્મો અને વેબ સીરીઝ ફેબ્રુઆરી મહિનામાં ઓટીટી પર થશે રિલીઝ


અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરી 2021 ના રોજ વામિકાને જન્મ આપ્યો હતો. જોકે પોતાની દીકરીની સેફટીનું ધ્યાન રાખતા કપલે આજ સુધી તેનો ચહેરો મીડિયા સામે રિવીલ કર્યો નથી. સાથે જ અનુષ્કા શર્માની બીજી પ્રેગ્નન્સી અંગે પણ કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. જો કે હવે ક્રિકેટની દુનિયાના જ સ્ટાર ક્રિકેટરે આ વાત કંફર્મ કરી છે.