નવી દિલ્હી: સાઉથની ફેમસ અભિનેત્રી અનુષ્કા શેટ્ટી બ્લોકબસ્ટર ફિલ્મ 'બાહુબલી' બાદ દેશભરમાં મશહૂર થઇ ચૂકી છે. અનુષ્કા હાલમાં પોતાના વેટ લોસને લઇને ચર્ચામાં છે. એટલું જ નહી અનુષ્કાના કેટલાક ફોટોઝ પણ ખૂબ વાયરલ થઇ રહ્યા છે જેમાં પોતાનું વજન ઘટાડવાના સિક્રેટ વિશે જણાવી રહી છે. આ ફોટોઝમાં નવો અવતાર સામે આવ્યો છે. ફોટોઝને જોઇને ખબર પડે છે કે અનુષ્કાએ પોતાનું વજન ઘટાડી લીધું છે. તમને જણાવી દઇએ કે પોતાના ફિલ્મ પ્રોજેક્ટના લીધે ખૂબ વજન વધાર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનુષ્કાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો શેર કરતાં લખ્યું કે 'ધ મેજિક વેટ-લોસ પિલ.' તમને જણાવી દઇએ કે વેટ લોસ જર્ની પર અનુષ્કાના ન્યૂટિનિસ્ટ લ્યૂક કૌટિન્હોએ પુસ્તક લખ્યું છે. ફોટોઝમાં અનુષ્કાના ફેન્સે તેમને જોઇને પાગલ તો થઇ જશે પરંતુ સાથે જ એ પણ જાણવું જોઇએ કે અનુષ્કાના ફીટ હોવાનું રાજ શું છે? અનુષ્કાએ વજન ઘટાડવા માટે 62 62 રીત આ બુકમાં જણાવી છે, જેને અપનાવીને તમે પણ ફીટ રહી શકો છો. આ બુકમાં વજન ઘટાડવાની સાથે-સાથે હેલ્ધી લાઇફ જીવવાના નુસખા જણાવવામાં આવ્યા છે.



તમને જણાવી દઇએ કે અનુષ્કા હાલમાં ઘણા ફિલ્મ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. અનુષ્કાની સાઉથ ઇંડસ્ટ્રીની ટોપ એક્સટ્રેસમાંથી એક છે અને પ્રભાસ સાથે અનુષ્કાની જોડી ફેન્સને ખૂબ ગમે છે. અનુષ્કા શેટ્ટીએ ઘણી તમિલ અને તેલુગૂ ફિલ્મોમાં કામ કર્યું છે.