કેમેરાને જોઇ સ્માઇલ કરવા લાગી અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ, જુઓ PHOTOS
આ બંનેના સંબધની ખબર ત્યારે મીડિયા સામે આવી જ્યારે અરબાઝે તેની ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પર જોર્જિયા સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો હતો
મુંબઇ: વિદેશની જોર્જિયા એન્ડ્રિયાનીનું નામ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનના ભાઇ અરબાસ ખાન સાથે જોડવામાં આવી રહ્યું છે. બંનને લઇ રોજ કોઇને કોઇ નવા સમાચાર સામે આવી રહ્યાં છે. બંનેને એક સાથે ઘણીવાર સ્પોર્ટ પણ કરવામાં આવ્યા છે. ખાસ વાત તો એ છે કે, આ વખતે તો અરબાઝ અને જોર્જિયા એક-બીજાનો હાથ પકડી સ્પોર્ટ થયા હતા. ત્યારબાદ થોડા દિવસો પહેલા આ વાત નક્કી થઇ ગઇ હતી કે અરબાઝ ખાન અને જોર્જિયા એન્ડ્રિયાની રિલેશનમાં છે.
બુધવારે જોર્જિયા એન્ડ્રિયાની મુંબઇના એક રસ્તા પર દેખાઇ હતી. તે દરમિયાન જોર્જિયા એન્ડ્રિયાની કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તમને જણાવી દઇએ કે, જોર્જિયા એન્ડ્રિયાની દેખાવમાં ખુબ જ સુંદર છે, માટે આજ કારણથી સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાનનું દિલ તેના પર આવી ગયું હશે. 19 વર્ષના લગ્ન જીવન ટુટયા પછી અરબાઝ ફરી તેનું દિલ આપી બેઠો છે. પરંતુ તમને જણાવી દઇએ કે, અરબાઝ ખાને હજુ સુધી આ વાતને લઇ કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.
પાછલા દિવસોમાં અરબાર અને તેની કથિત ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની મલાઇકા અરોડાની નાની બહેન અમૃતાની સાથે સ્પોર્ટ થયા હતા. આ ત્રણે પરિવારની સાથે લંચ પર જતા જોવા મળ્યા હતા. આ બંનેને સાથે જોઇને એવું નથી લાગી રહ્યું કે અરબાઝ અને જોર્જિયાના સંબધને લઇ કોઇ નારાજ હોય. જોકે, આ બંનેના સંબધની ખબર ત્યારે મીડિયા સામે આવી જ્યારે અરબાઝે તેની ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પર જોર્જિયા સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. ત્યારબાદ તેમના ચાહકોએ તેમની જોડીને પંસદ કરતા, બંનેને એક સાથે હોવાનું કયાસ લાગવાનું શરૂ કરી દીધુ હતું. અરબાઝ ટુંક સમયમાં ફિલ્મ ‘લવરાત્રી’માં જોવા મળશે. આ ફિલ્મમાં અરબાઝના નાના રોલમાં જોવા મળશે. તેમને જણાવી દઇએ કે આયુશ શર્મા, તેમની બહેન અર્પિતા ખાન શર્માના પતી છે. ફિલ્મ ‘લવરાત્રી’ દ્વારા તે તેનું એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઇ રહ્યો છે.