Archana Puran Singh: બોલીવુડની મિસ બ્રિગેંજા એટલે કે એક્ટ્રેસ અર્ચના પૂરન સિંહે પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો. વર્ષ 1998માં રિલીઝ થયેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં અર્ચના પૂરણ સિંહે મિસ બ્રિગેંજાનો રોલ પ્લે કર્યો હતો. તેમનો રોલ એટલો ફની હતો કે, આજે પણ લોકો તેમને આ જ નામથી યાદ કરે છે.ત્યારે આજે અમે તમને આ એક્ટ્રેસની પર્સનલ લાઈફના અમુક કિસ્સા જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અર્ચના પૂરન સિંહે એક્ટર પરમીત સેઠી સાથે 1992મા લગ્ન કરી લીધા હતા. આ કપલે દુનિયાથી પોતાના લગ્ન 4 વર્ષ સુધી છુપાવીને રાખ્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં લગ્ન છુપાવીને રાખવા બાબતે અર્ચનાએ કહ્યું કે, પહેલાંના સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના વિચારો હતા કે જો કોઈ મહિલા પરણિત છે તો તેનું કામ ઓછું થઈ જશે. ઈન્ડસ્ટ્રીઝમાં કહેવાયું હતું કે, પરણિત એક્ટ્રેસને વધારે કામ નથી મળતું. તેવામાં પરમીત અને મે વિચાર્યું કે, આ લગ્ન આપણે આપણા માટે કર્યા છે. તેણે કહ્યું કે, પરમીત નહોતા ઈચ્છતા કે, લગ્ન મારે કરિયરમાં ઈફેક્ટ કરે. એટલા માટે આપણે બંનેએ મળીને લગ્ન જાહેર ન કરવાનો નિર્ણય લીધો.