નવી દિલ્હી: કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'માં પોતાની ગાદી જમાવનારી અર્ચના પૂરન સિંહને કોણ ઓળખતું નથી. અભિનેત્રીથી માંડીને જજ સુધી અને હવે કપિલના કોમેડી શોમાં ગાદી પર બિરાજમાન અર્ચનાની સફરથી દરેક જ વાકેફ છે. અર્ચના પૂરન સિંહ લાંબા સમયથી મનોરંજન જગતનો ભાગ રહી છે. રોલ ભલે જ અલગ રહ્યો હોય, પરંતુ લોકોની નજરો સામે રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે અર્ચના પોતાના ઘરની નોકરાણી સાથે કેવો વ્યવહાર કરે છે? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોકરાણીએ પુત્રોની કરી ફરિયાદ
જો તમે અર્ચના પૂરન સિંહના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર નાખશો તો જોવા મળશે કે તેમના ઘરમાં એક ડોમેસ્ટિક હેલ્પર છે જેનું નામ છે ભાગ્યશ્રી. અર્ચના અવાર નવાર ભાગ્યશ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તાજેતરમાં જ ફરી એકવાર એક વીડિયો શેર કરવામાં આવ્યો અને આ વીડિયો સામે આવતાં જ લોકોની કોમેન્ટનું પૂર આવી ગયું. બધા લોકો અર્ચનાના વર્તનને લઇને પ્રશંસા કરી રહ્યા છે. 

The Kashmir Files મૂવી HD ક્વોલિટીમાં જોતા પહેલાં વાંચી લેજો આ સમાચાર, મફતની માયાજાળમાં ફસાતા નહી



વાયરલ થયો વિડીયો
લેટેસ્ટ શેર કરેલી ક્લિપમાં મેડ ભાગ્યશ્રી ફરિયાદ કરતી જોવા મળે છે કે અભિનેત્રીના બંને પુત્રો તેની મિમિક્રી કરે છે. ત્યારબાદ અર્ચના પૂછે છે કે તે આ શબ્દો ક્યાંથી શીખે છે, જેના પર તે હસીને કહે છે કે 'હું તમારી બધી વાતો સાંભળીને ધીમે ધીમે શીખી રહી છું.' ત્યારબાદ તેણીએ તેના અંગ્રેજી સાથે સંબંધિત એક કિસ્સો સંભળાવ્યો, જેને સાંભળીને બધા હસી પડ્યા. બીજી તરફ મિમિક્રીવાળા મામલે અર્ચનાનો પુત્ર અને ભાગ્યશ્રી દલીલ કરતા જોવા મળે છે. જે પ્રકારે તેમની વાત થઇ, તે દર્શાવે છે કે કેવી રીતે મેડ થઇને પણ આ છોકરી સિંહ પરિવાર માટે સભ્યની માફક છે. 


પુત્રો પણ કરે છે ઇજ્જત
આ પહેલાં થોડા દિવસો પહેલાં પણ અર્ચનાએ ભાગ્યશ્રીનો વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પોતાના વજનની મજાક ઉડાવતી જોવા મળે છે અને કહે છે કે 'લાગવું જોઇએ કે છોકરી ખુશ છે અને તે જ્યાં છે ત્યાં તેને કોઇ મુશ્કેલી નથી.' તો બીજી તરફ અર્ચના પૂરન સિંહનો પુત્ર તેને ટોકતાં કહે છે કે 'હું ઇચ્છું છું કે બસ તમે હેલ્ધી રહો, તેના પર ભાગ્યશ્રી કહે છે કે 'હું હેલ્ધી જ છું.' 

દિયર સાથે ટાઇમ સ્પેંડ કરી રહી હતી આ જાણિતા અભિનેતાની પત્ની, સામે આઈ આ તસવીરો


લોકોએ કરી પ્રશંસા
અર્ચના પૂરન સિંહ જ્યારે પણ પોતાની નોકરાણીનો વિડીયો શેર કરે છે તો લોકો તેની પ્રશંસા કરે છે. ભાગ્યશ્રી અને અર્ચના પૂરન સિંહ તથા તેમની ફેમિલીનો આ વીડિયો જોઇ, સોશિયલ મીડિયા પર લોકોએ જોરદાર પ્રેમ વરસાવ્યો. લોકોએ આ વાતની પ્રશંસા કરી કે કયા પ્રકારે સ્ટાર હોવાછતાં પણ અભિનેત્રી પોતાની મેડનું ધ્યાન રાખે છે અને તેની સાથે મિત્ર જેવો વ્યવહાર રાખે છે. એટલું જ નહી તેમના પુત્રો પણ જે પ્રકારે બહેનની જેમ મેડને ટ્રીટ કરતાં જોવા મળે તે લોકોના દિલને સ્પર્શી ગયું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube