જો તમે Taarak Mehta ના મોટા ફેન છો! તો આ તસવીરમાં તમારા પ્રિય પાત્રને ઓળખી બતાવો
Taarak Mehta Ka Ooltah Chashmah: ફેમસ ટીવી શોના કાસ્ટની જૂની તસવીર જોઈ તમે પણ ચક્કર ખાઈ જશો અને કહેશો આખરે આ છે કોણ!
Taarak Mehta Ka Ooltah Chashmah Cast: ભારતીય ટેલીવિઝનમાં છેલ્લા 14 વર્ષથી છવાયેલા કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને તમામ દર્શકો પસંદ કરે છે. જો તમે પણ આ શોના ચાહક છો તો તમારા માટે આજે એક ખાસ ચેલેન્જ સામે આવી છે. શોમાં બાઘાનું પાત્ર ભજવનાર તન્મય વેકરિયાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમની એક જૂની તસવીર શેર કરી છે. આ તસવીરને જોઇ કેટલાક કલાકારોને ઓળખવાનો એક મોટો ટાસ્ક બની ગયો છે.
કોણ-કોણ છે તસવીરમાં
આ તસવીરની વાત કરીએ તો અહીં કેટલાક કલાકારો એક સુંદર બીચ પર ઉભા જોવા મળી રહ્યા છે. પરંતુ શું તમે ઓળખી શકો છો આ તસવીરોમાં બાઘો, જેઠાલાલ, બાપુજી અને ઘણા એવા લોકો છે જે આજે તમારા મનપસંદ કલાકારો છે. આ તસલવી જણાવી રહી છે કે આ શોની ટીમ એક પરિવારની જેમ છે જે આજે વર્ષો પછી પણ એક સાથે કામ કરી રહી છે. આ બધા એક પરિવારના સભ્યની જેમ એકબીજાની જૂની યાદોને સાચવી રાખે છે.
આ પણ વાંચો:- સોનમ કપૂરે આપ્યો બાળકને જન્મ, એવરગ્રીન અનિલ કપૂર બન્યા નાના
તસવીમાં ક્યાં છે બાપુજી
આ તસવીરની વાત કરીએ તો તેમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશી રેડ કલરની ટીશર્ટની સાથે વાઈટ કલરના પેન્ટમાં જોવા મળી રહ્યા છે. ત્યારે બાપુજી એટલે કે અમિત ભટ્ટ તેમની પાછળ ઉભા છે. તો બાઘો એટલે કે તન્મય વેકરિયા સૌથી ખુણામાં કેમ લગાવતો જોવા મળી રહ્યો છે. મજાની વાત તો એ છે કે તન્મયને તેના ફેન્સને જણાવવું પડ્યું કે તે પણ આ તસવીરમાં છે. આ ફોટો શેર કરતા તન્મય વેકરિયાએ કેપ્શનમાં લખ્યું, ઓસ્ટ્રેલિયા પ્રવાસની વધુ એક તસવીર... હું પણ પાછળ છું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube