નવી દિલ્હી : પોતાના અવાજના જાદુથી સંગીત પ્રેમીઓને દીવાના બનાવનાર સિંગર અરિજીત સિંહનો (Arijit Singh) મોસ્ટ અવેટેડ મ્યુઝિક આલ્બમ (Music Album) સિંગલ રાંજણા (Raanjhanaa) આજે રિલીઝ થયો છે. આ ગીતમાં હિના ખાન (Hina Khan) અને પ્રિયાંક શર્માની (Priyank Sharmaa) જોડી લોકોને પસંદ આવી રહી છે. ગીત રિલીઝ થતાં જ ગણતરીના કલાકોમાં લાખો લોકોએ આ ગીત જોયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલીવુડના જાણીતા સિંગર અરિજીત સિંહના આ ગીતનો વીડિયો ઘણી રીતે ખાસ છે. ગીતનો વીડિયો પંજાબના એક ગામ પર આધારિત છે. જ્યાં હિના ખાન અને પ્રિયાંક શર્માના પુન:જન્મ વાળી પ્રેમ કહાની બતાવાઇ છે. ગીતમાં હિના ખાનનો મોર્ડન લુક તો છે જ સાથોસાથ પંજાબી શરારતી યુવતી અને પંજાબી દુલ્હનનો લુક પણ જબરજસ્ત છે. સાથમાં પ્રિયાંક શર્મા પણ પોતાના લુકમાં આકર્ષક લાગી રહ્યો છે. જુઓ વીડિયો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube