મુંબઈઃ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં અર્જુન કપૂરને જ્યારે બોલીવુડના બૉયકોટ પર સવાલ કરવામાં આવ્યો તેના અર્જુને તીખી પ્રક્રિયા આપી. અર્જુને કહ્યું કે, 'એ વિચારીને અમે ભૂલ કરી કે અમારું કામ બોલશે.બોલીવુડમાં આજકાલ ચાલી રહેલા બૉયકોટ ટ્રેન્ડ પર અભિનેતા અર્જુન કપૂરે પ્રતિક્રિયા આપી છે. જેના કારણે ખળભળાટ મચી ગયો છે. હાલમાં જ આ બૉયકોટ ટ્રેન્ડની અસર આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની કમાણી પર પડી છે. અર્જુન કપૂર આ ટ્રેન્ડ પર ભડક્યો છે અને કહ્યું કે, બોલીવુડ શાંત રહ્યું છે, ટ્રોલિંગ સામે ચૂપ રહ્યું છે પરંતુ હવે વાત વધી હી છે. મને લાગે છે કે, ચૂપ રહીને અમે ભૂલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં અર્જુન કપૂરને જ્યારે બોલીવુડના બૉયકોટ પર સવાલ કરવામાં આવ્યો તેના અર્જુને તીખી પ્રક્રિયા આપી. અર્જુને કહ્યું કે, 'એ વિચારીને અમે ભૂલ કરી કે અમારું કામ બોલશે. તમારે હંમેશા તમારા હાથ ગંદા કરવાની જરૂર નથી હોતી. પરંતુ મને એવું લાગે છે કે અમે બહુ સહન કરી લીધું. હવે લોકોએ તેને આદત બનાવી લીધી છે.'


અર્જુનનો ગુસ્સો આટલેથી જ શાંત ન થયો.આગળ તેણે કહ્યું કે,'સમય આવી ગયો છે રે, હવે ઈન્ડસ્ટ્રીના લોકોએ હવે એકજૂટ થઈને આ વિશે વાત કરવી જોઈએ. તેઓ એ સચ્ચાઈથી દૂર છે કે, લોકો તેમના વિશે શું લખી રહ્યા છે. અમે જ્યારે સારી ફિલ્મો કરીએ છે ત્યારે તે બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કરે છે. ત્યારે લોકોએ તેને એક્ટરના નામથી નહીં પરંતુ કામના કારણે પસંદ કરવી જોઈએ'