YouTuber Armaan Malik Two Wives Pregnent : હૈદરાબાદના ફેમસ યુટ્યુબર અરમાન મલિક પોતાની ફેમિલી લાઈફને કારણે સતત ચર્ચામાં રહે છે. મલિકના ઈન્સ્ટાગ્રામ પર 15 લાખ અને યુટ્યુબ પર 20 લાખ ફોલોઅર્સ છે. પરંતુ જેમ તેમના બંને પત્નીઓના એકસાથે પ્રેગનેન્ટ થવાના સમાચાર આવ્યા, તો તેઓ ટ્રોલ થવા લાગ્યા છે. અરમાન મલિકની બંને પત્ની પાયલ મલિક અને કૃતિકા મલિક એકસાથે પ્રેગનેન્ટ છે. ઈન્સ્ટાગ્રામ પર તેણે પોતાની બંને પત્નીઓને બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર પણ શેર કરી છે. પરંતુ આ સમાચારથી તેઓ ટ્રોલ થયા હતા. લોકોએ સવાલો ઉઠાવ્યા કે, આખરે આ કેવી રીતે બન્યુ. ત્યારે આ વાતનો હવે ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્ની કૃતિકા મલિકનો જવાબ 
અરમાનની બીજી પત્ની કૃતિકા મલિકે આ મામલે ખુલાસો કરતા કહ્યું કે, અમને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે તેનો કોઈ વાંધો નથી, પરંતુ લોકોને ખબર નથી કે અમે કેવી રીતે પ્રેગ્નન્ટ થઈ ગયા. અમે અમારા બેબી બમ્પની તસવીરો શેર કરી છે, તેથી તે એક મોટા સમાચાર બની ગયા છે કે કેવી રીતે તે બંને એક સાથે પ્રેગનેન્ટ થઈ. તેની પાછળ એક કહાની છે કે કેવી રીતે અમે બંને એકસાથે પ્રેગ્નન્ટ થયા.



એક સમયે બંને ગર્ભવતી કેવી રીતે બની તે વિશે કૃતિકાએ કહ્યું કે, પાયલ કુદરતી રીતે ગર્ભ ધારણ કરી શકતી ન હતી, કારણ કે પાયલ પાસે માત્ર એક ફેલોપિયન ટ્યુબ છે, અન્ય મહિલાઓને બે ફેલોપિયન ટ્યુબ હોય છે. એટલા માટે ડોક્ટરે પાયલને કહ્યું કે તમારે IVF ટ્રાય કરવો પડશે. પરંતુ IVFમાં પાયલનું પહેલું પરિણામ નિષ્ફળ ગયું. જ્યારે પાયલનો IVF નિષ્ફળ ગયો, ત્યારે મારો બે-ત્રણ દિવસ પછી પ્રેગ્નન્સી રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ પછી અમે પાયલનો IVF ફરીથી કરાવ્યો. પાયલની IVF પ્રેગનેન્સીનું રિઝલ્ટ બીજી વખત પોઝિટિવ આવ્યું. આ રીતે અમે બંને પ્રેગનેન્ટ બની ગયા. અમારા બંનેની પ્રેગ્નન્સીમાં લગભગ 1 મહિનાનો તફાવત છે.


ઉલ્લેખનીય છે કે, જ્યારથી અરમાન મલિકે બંને પત્નીઓના બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરી ત્યારથી તેઓ ટ્રોલ થઈ રહ્યાં છે. એક યુઝરે ફોટો પર કોમેન્ટ કરી હતી કે, માત્ર આ જ શખ્સ પાસે ટેલેન્ટ છે, જે ટાઈમિંગનું ધ્યાન રાખે છે. તો અન્ય યુઝરે લખ્યું કે, હું હેરાન છું કે, આવુ કેવી રીતે શક્ય બની શકે છે. એકસાથે બંને પત્ની કેવી રીતે પ્રેગનેન્ટ થઈ શકે. તો એક યુઝરે મજાક કરી કે, ભાઈ, તુ ક્રિકેટની ટીમ બનાવ. શું કાયદો બે પત્નીઓની પરમિશન આપે છે.


એક યુઝરે દાવો કર્યો હતો કે, અરમાન મલિક અને તેની બંને પત્નીઓ માત્ર સોશિયલ મીડિયા પર વ્યૂ મેળવવા માટે આ ડ્રામા કરી રહી છે. માત્ર કૃતિકા જ પ્રેગનેન્ટ છે. આ વચ્ચે કેટલાક યુઝર્સે તેમને અભિનંદન પણ આપ્યા. ઈમોજી પણ શેર કર્યાં. મલિકની પત્નીઓની પોસ્ટને અત્યાર સુધી લાખો વ્યૂ અને લાઈક મળી ચૂક્યા છે. મલિકે 2011 ના વર્ષમાં પાયલ સાથે લગ્ન કર્યા હતા, જ્યારે કે, વર્ષ 2018 માં કૃતિકા સાથે લગ્ન કર્યા હતા. એક પાર્ટીમાં કૃતિકાની મુલાકાત પાયલ અને તેના પતિ અરમાન સાથે થઈ હતી.