Arshad Warsi on Animal: રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝના 20 દિવસ બાદ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. પરંતુ આ ફિલ્મની સફળતાની જેટલી વાત થઈ રહી છે એટલી જ ફિલ્મને લઈને વિવાદ પણ થયો છે. હાલમાં જ ફિલ્મના વખાણ કરતા અરશદ વારસીએ એનિમલ વિશે એક એવી વાત કરી નાખી કે તેમનું નિવેદન ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ ગયું. જો કે ત્યારબાદ ફટાફટ અરશદ વારસીએ સફાઈ પણ આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારો દ્રષ્ટિકોણ અલગ
બોલીવુડ હંગામાને અરશદ વારસીએ ઈન્ટરવ્યું આપ્યો. આ ઈન્ટરવ્યુમાં અરશદ વારસીએ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ અંગે ખુલીને વાત કરી. ફિલ્મ પર વાત કરતા અભિનેતાએ કહ્યું કે, "બધા સીરિયસ કલાકારો આ ફિલ્મને નફરત કરે છે. પરંતુ મને આ ફિલ્મ પસંદ છે. આ કિલ બિલનું મેલ વર્ઝન છે. મારો તેને જોવાનો દ્રષ્ટિકોણ અલગ છે, થિયેટર જાઓ છો તો તમે આ જ જોવા માંગો છો. હું વધુ વિચારવા માંગતો નથી."


મને પોર્ન પસંદ, પણ કામ નહીં કરું
આ સાથે જ અરશદ વારસીએ કહ્યું કે- 'એવી અનેક ચીજો હોય છે જે આપણે જોવાનું તો પસંદ કરતા હોઈએ છીએ પરંતુ કરવું પસંદ  કરતા નથી. એનિમલ પણ એ બ્રેકેટમાં  વે છે. મને ગ્રાન્ડ મસ્તી ઓફર થઈ હતી. પરંતુ મને સેક્સ કોમેડી પસંદ નથી. પરંતુ તેને જોવામાં કોઈ મુશ્કેલી નથી. પરંતુ એ પણ છે કે આ પ્રકારની ફિલ્મો કરવાનું હું પસંદ કરતો નથી. દર્શક તરીકે હું જોવાનું પસંદ કરું છું. પરંતુ અભિનેતા તરીકે કરવા માંગતો નથી. પોર્ન પસંદ છે પરંતુ તેમાં કામ કરવા માંગતો નથી.'


વેલકમ ટુ જંગલના શુટિંગમાં વ્યસ્ત
વર્કફ્રન્ટની વાત કરીએ તો 'વેલકમ ટુ જંગલ' ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. થોડા દિવસ પહેલા અક્ષયકુમારે આ ફિલ્મનો બીટીએસ વીડિયો શેર કર્યો હતો. જેમાં અરશદ અક્ષયની સાથે સ્ટંટ સીન પરફોર્મ કરતા જોવા મળ્યા હતા.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube