નવી દિલ્હી: બિગ બોસ 11માં જોવા મળેલી અર્શી ખાને શો દરમિયાન ખુબ વિવાદ સર્જ્યો હતો. ચર્ચામાં રહેવું કેવી રીતે? તે તેણે શીખી લીધુ હતું. શો દરમિયાન તે કોઈ ને કોઈ ખોટા કારણથી ચર્ચામાં તો હતી જ પરંતુ ઘરની બહાર આવ્યાં બાદ પણ તે ચર્ચામાં રહે છે. અર્શી ખાન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. પોતાના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં જ અર્શી ખાનનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે ફલક તક સાથ ચલ મેરે ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં તે બેઠા બેઠા જ આ ગીત પર ડાન્સ કરી રહી  છે. જો કે વીડિયોમાં તેના ડાન્સ કરતા વધુ તેના હાવભાવ તમને ગમશે. અર્શી ખાનનો બિગ બોસના ઘરમાં એક ડાયલોગ હતો કે આવામ સબ દેખ રહી હૈ.. અને આજે પણ આવામને તેમના ડાન્સ વીડિયોઝ ખુબ પસંદ આવે છે.



અત્રે જણાવવાનું કે થોડા સમય પહેલા અર્શી ખાનનો સપના ચૌધરી સાથેનો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં અર્શી સપના સાથે મેરે રશ્કે કમર પર ડાન્સ કરતી જોવા મળી હતી. બંનેનો આ વીડિયો સપનાના ભાઈના લગ્નનો હતો.