Nitin Desai: `દેવદાસ-હમ દિલ દે ચૂકે સનમ` જેવી ફિલ્મોનો સેટ ડિઝાઈન કરનાર આર્ટ ડાયરેક્ટર નિતિન દેસાઈએ જીવન ટૂકાવ્યું
Nitin Desai Passed Away: નીતિન દેસાઈએ કરજત ખાતે પોતાના એન ડી સ્ટુડિયોમાં મૃત અવસ્થામાં મળી આવ્યા. પોલીસે હજુ સુધી તેમના મોતના કારણે વિશે વધુ જાણકારી શેર કરી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે આત્મહત્યા કરી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
Nitin Desai Passed Away: હિન્દી સિનેમાથી એક શોકિંગ સમાચાર સામે આવી રહ્યા છે. બોલીવુડના જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈ હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમણે બુધવારે સવારે આત્મહત્યા કરીને જીવન ટૂકાવી દીધું. તેમના મોતના સમાચાર સામે આવતા બોલીવુડમાં માતમ પ્રસરી ગયો છે. નીતિન દેસાઈએ કરજત ખાતે પોતાના એન ડી સ્ટુડિયોમાં મૃત અવસ્થામાં મળી આવ્યા. પોલીસે હજુ સુધી તેમના મોતના કારણે વિશે વધુ જાણકારી શેર કરી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે આત્મહત્યા કરી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ નીતિન દેસાઈએ સવારે 4.30 વાગે એન ડી સ્ટુડિયોમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. તેમનું મોતનું કારણ પૈસાની તંગી હોવાનું કહેવાય છે.
આર્થિક તંગી બન્યું મોતનું કારણ?
કરજતના એમએલએ મહેશ બાલદીએ નીતિન દેસાઈના મોત સંલગ્ન માહિતી શેર કરી છે. તેમણે કહ્યું કે નીતિન દેસાઈએ આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી છે. તેમણે કહ્યું કે નીતિન દેસાઈ મારી વિધાનસભા ક્ષેત્રમાં આવતા હતા. તેઓ ઘણા સમયથી આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા હતા. આર્થિક તંગીના કારણે તેમણે આજે સવારે એનડી સ્ટુડિયો ખાતે આત્મહત્યા કરી લીધી.
આ બ્લોકબસ્ટર ફિલ્મોના સેટ કર્યા હતા તૈયાર
નીતિન દેસાઈએ 1989માં પરિંદા ફિલ્મથી એક આર્ટ ડાયરેક્ટર તરીકે પોતાની કરિયર શરૂ કરી હતી. ત્યારબાદ અનેક સુપરહિટ ફિલ્મોના સેટ તેમણે તૈયાર કર્યા હતા. જે સુપરડુપર ફિલ્મોના સેટ તેમણે તૈયાર કર્યા હતા તેમાં હમ દિલ દે ચૂકે સનમ, મિશન કાશ્મીર, રાજૂ ચાચા, દેવદાસ, લગાન, બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મો સામેલ છે.
નેશનલ એવોર્ડ વિનર
બેસ્ટ આર્ટ ડાયરેક્ટર તરીકે નીતિન દેસાઈએ 4 વખત નેશનલ એવોર્ડ મેળવ્યો હતો. બે દાયકાની કરિયરમાં નીતિ દેસાઈએ બોલીવુડના અનેક જાણીતા ફિલ્મમેકર્સ સાથે કામ કર્યું હતું. જેમાં સંજય લીલા ભણસાલી, વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાણી, આશુતોષ ગોવારિકર જેવા મોટા નામ સામેલ છે.
ફ્રોડનો આરોપ
નીતિન દેસાઈ ભલે હવે આ દુનિયામાં નથી પરંતુ તાજેતરમાં તેમના સંલગ્ન એક વિવાદ ખુબ ચર્ચામાં રહ્યો. નીતિન દેસાઈ પર એક એડ એજન્સીએ 51.7 લાખ રૂપિયાના ફ્રોડનો આરોપ લગાવ્ય હતો. એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે નીતિન દેસાઈએ તેમની પાસેથી 3 મહિના સુધી સતત કામ કરાવ્યું પરંતુ પૈસા આપ્યા નહીં. નીતિન દેસાઈએ આ આરોપો ફગાવ્યા હતા. નીતિન દેસાઈનું કહેવું હતું કે આ પ્રકારનો આરોપ એક અન્ય એજન્સી પહેલા પણ લગાવી ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube