દેશની ત્રણ પેઢીઓને જોડનાર ધારાવાહિક એટલે રામાનંદ સાગરની રામાયણ. આ ધારાવાહિકમાં રામનું પાત્ર ભજવનાર વ્યક્તિ હતા અરુણ ગોવિલ. ધીર ગંભીર મુસ્કાન અને જબરદસ્ત ડાયલોગ ડિલીવરીના કારણે અરુણ ગોવિલ જનમાનસમાં એવા વસી ગયા કે લોકો ઘરે તેમની અને સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલિયાનું તસવીર રાખી પૂજા કરતા હતા. અનેક કિસ્સાઓ એવા છે કે જેમાં અરુણ ગોવિલને જોઈને લોકો તેમને પગે લાગતા હતા. સીરિયલમાં અરુણ ગોવિલનું મંદ મંદ હાસ્ય જોઈને જ લોકોને ભગવાન રામની ઝલક મળતી હતી. ત્યારે જાણીએ તેમની વિશેના કેટલાક અજાણ્યા કિસ્સાઓ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલી પસંદ નહોતા અરુણ ગોવિલ?
જે પાત્ર ભજવાની અરુણ ગોવિલ આટલા પ્રસિદ્ધ થયા તે રામના પાત્ર માટે અરુણ ગોવિલ રામાનંદ સાગર દ્વારા પહેલી વારમાં જ રીજેક્ટ કર્યા હતા. પરંતુ બાદમાં તેમને આ રોલ મળ્યો અને જાણે તેઓ અમર બની ગયા. આ રોલ મેળવવા માટે તેમને સૂરજ બરજાત્યાની સલાહ કામ આવી હતી. સૂરત બરજાત્યાએ તેમની મુસ્કાનનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. આ રોલ માટે અરુણ ગોવિલે એ મંદ મંદ મુસ્કાનનો ઉપયોગ કર્યો અને તેમની આ મુસ્કાન લોકોના દિલમાં વસી ગઈ


એક ફોટો માટે ઑફર કરાયા હતા જોઈએ એટલા પૈસા
અરુણ ગોવિલ રામાયણના શૂટિંગ સમયનો એક કિસ્સો યાદ કર્યો. એ સમયે તેઓ એટલા પ્રસિદ્ધ થયા હતા કે તેમને પાકિસ્તાનમાંથી પણ ચાહકોના મેઈલ આવતા હતા. આ સીરિયલ હિટ થયા બાદ અરુણ ગોવિલે કહ્યું કે, અનેક મેગેઝિન વાળા તેમને ફોન કરતા હતા અને એક તસવીર માટે માંગે એટલા પૈસા ઓફર કર્યા હતા. 


ચાહકે ગુસ્સો કરતા છોડી દીધી સિગરેટ
અરુણ ગોવિલે તાજેતરમાં એક યાદગાર કિસ્સો શેર કર્યો હતો. વાત આ સમયની છે જ્યારે અરુણ ગોવિલ એક તમિલ બાઈલેંગ્યુઅલ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મમાં તેઓ બાલાજી તિરુપતિના કિરદારમાં હતા. આ દરમિયાન તેઓ ખૂબ સિગરેટ પીતા હતા. એક દિવસ તેઓ સિગરેટ પી રહ્યા હતા ત્યારે તેમના એક ચાહકની નજર પડી. જેણે કહ્યું કે, અમે તો તમને ભગવાન સમજીએ છે, અને તમે અહીં બેસીને સિગરેટ પીઓ છો? આ વાત તેમના દિલ પર એટલી લાગી આવી કે, બાદમાં તેમણે સિગરેટને ક્યારેય હાથ ન લગાવ્યો