ઝી બ્યૂરો: રામાયણમાં રાવણ એટલે કે લંકેશનું પાત્ર ભજવીને અથાગ લોકપ્રિયતા મેળવનારા ગુજરાતી ચલચિત્રના દિગ્ગજ કલાકાર અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેમણે રામાનંદ સાગરની સુપરહિટ સીરિયલ રામાયણ સહિત ઉપરાંત અનેક સીરિયલ અને હિન્દી તથા ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કાંદીવલી ખાતે પોતાના નિવાસસ્થાને છેલ્લા શ્વાસ લીધા. 1991થી 1996 સુધી તેઓ સાંસદ તરીકે પણ કાર્યરત હતા. તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકાર હતા. અરવિંદ ત્રિવેદી રામાયણમાં રાવણની ભૂમિકા ભજવ્યા બાદ સમગ્ર દેશમાં લોકપ્રિય બની ગયા હતા. આ સીરિયલ બાદ તેઓ લંકેશ તરીકે જ ઓળખાવવા લાગ્યા હતા. 


અરવિંદ ત્રિવેદીએ પોતાની અભિનય કારકિર્દી દરમિયાન 300 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કરેલું છે. તેમણે સંતુ રંગીલી, હોથલ પદમણી, દેશ રે જોયા દાદા પરદેશ જોયા, કુંવરબાઈનું મામેરું, જેસલ તોરલ જેવી ગુજરાતી તથા પરાયા ધન, આજ કી તાજા ખબર જેવી હિન્દી ફિલ્મો પણ કામ કર્યું છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન અનેક પુરસ્કારો પણ મેળવેલા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube